અમદાવાદમાં ACB દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં આરોપી ડેપ્યુટી સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા મનોજ સોલંકી કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ફરજ બજાવતા હતા. ગુનાની વિગત એવી છે કે ફરિયાદીએ સરકારની ઇકોનોમિકલી વિકર હેઠળ ફાળવવામાં આવતા આવાસ મેળવવા માટે જરૂરી દસ્તાવેજ સાથે હાઉસિંગ વિભાગમાં અરજી કરેલી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી લાંચના છટકામાં ઝડપાયા - ahemdabad letest news
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી લાંચના છટકામાં ઝડપાયા છે. ડેપ્યુટી સિટી એન્જિનિયર મનોજ ભાઈ સોલંકીને રૂપિયા 1 લાખની લાંચ લેતા ક્લાસ વન અધિકારી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
અરજી કર્યા બાદ પણ મકાનની ફાળવણી ન થતા ફરિયાદી હાઉસિંગ બોર્ડની ઓફિસમાં તપાસ કરવા ગયેલા. ત્યારે આ કામના આક્ષેપિત ફરિયાદીને હાઉસિંગ બોર્ડની ઓફિસે મળેલા અને પોતાની ઓળખાણથી તેઓઆ કામ કરાવી શકે છે, તેવું જણાવી પાંચ લાખ રૂપિયાની લાંચની માગણી કરેલી હતી. જે પેટે ફરિયાદી અઢી લાખ રૂપિયા આપી દીધેલા હતા. પરંતુ કામ થયું ન હોવાથી ફરિયાદીના ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું.
આ બાદ થોડા ટાઈમ પછી ફરિયાદીનો સંપર્ક કરી રૂપિયા 8 લાખની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવાના માંગતા હોઇ ACBનો સંપર્ક કરતા લાંચનું છટકું ગોઠવવામાં આવેલું હતું. ઉપરોક્ત માંગેલ રકમ પૈકી એક લાખ રૂપિયાની લાચ સ્વીકારી અને પકડાઈ જતા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.