રોડની રજૂઆત મામલે ઉગ્ર બોલાચાલી, કમિશ્નરે કોર્પોરેટરને કહ્યું- "સ્ટુપિડ, બ્લડી-રાસ્કલ" - મ્યુનિસિપલ કમિશનર
અમદાવાદ: સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવા પશ્ચિમ ઝોન ખાતે આવેલી ઓફિસમાં બેઠક યોજાઇ હતી. જેના 10 થી 15 મિનિટ બાદ કોર્પોરેટરોએ 2017થી રોડ નહીં બનવાની રજૂઆત મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સમક્ષ કરી હતી. રજૂઆત ઉગ્ર બનતા મ્યુનિસિપલ કમિશનર બેઠક છોડીને ચાલ્યા ગયા હતા.
રોડની રજૂઆત બની ઉગ્ર બોલાચાલીનું કારણ
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા ખરાબ હોવાની સતત ચર્ચાઓ ચાલી રહી છે. જેની અસર કમિશનર વિજય નેહરા પર થઇ છે. રસ્તાના મુદ્દે ચૂંટાયેલા કોર્પોરેટરોએ કમિશનર સમક્ષ વાતો રજૂ કરતા તેઓ લાલ પીળા થઇ ગયા હતા. ચર્ચાનું રુપ ઉગ્ર બોલાચાલીએ લઇ લીધું હતું. કમિશનરે કોર્પોરેટરને સ્ટુપિડ અને બ્લડી, રાસ્કલ જેવા અપશબ્દો કહેતાં વિવાદ સર્જાયો હતો. આ અંગેનો વિવાદ હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપ શાસકો વચ્ચે જોવા મળી રહ્યો છે.
Last Updated : Dec 9, 2019, 11:10 PM IST