- અમદાવાદમાં રખડતા ઢોર, બિસમાર રોડ અને ટ્રાફિક સમસ્યા અંગે એફિડેવિટ
- અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે બિસ્માર રોડને લઈને પગલાં
- શહેર 3900 પાર્કિંગ બોર્ડ મૂકવામાં આવ્યા, 3500થી વધુ વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં બિસમાર રોડ, રખડતા ઢોર તેમજ ટ્રાફિકની સમસ્યા મુદ્દે મ્યુનિસિપલ કમિશનર(Ahmedabad Municipal Commissioner) મુકેશકુમારે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું હતું. એફિડેવિટમાં કમિશનરને રજૂઆત કરી હતી કે શહેરમાં બિસ્માર રોડ સામે કોર્પોરેશનને કયા પગલા લીધા તેમજ, રોડ રિસરફેસનું કઈ રીતે કામ કરી રહ્યું છે? કોન્ટ્રાક્ટર સામે ક્યાં પગલા લેવાયા તે અંગે માહિતી આપવામાં આવી છે.
બિસ્માર રોડ સામે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કયા પગલાં લેવાયાં?
મનપા કમિશનર(AMC) મુકેશકુમાર ઉલ્લેખ કર્યો છે કે રસ્તાની કામગીરીના કુલ 91 સેમ્પલ લેવામાં આવ્યા હતા. બિસ્માર રોડ સામે અત્યાર સુધી ત્રણ કોન્ટ્રાક્ટર્સને(Road contractors Ahmedabad) બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે.
નબળી ગુણવત્તાવાળા કામ માટે કોન્ટ્રાક્ટરને 8.30 કરોડનો દંડ પણ કરવામાં આવ્યો છે. જ્યારે 110 એન્જિનિયર્સને શોકોઝ નોટિસ આપવામાં આવી છે. આ 110 એન્જિનિયર્સમાંથી 87 એન્જિનિયર્સને વિવિધ પેનલ્ટી પણ કરવામાં આવી છે જ્યારે 23 એન્જિનિયર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
હાલ શહેરમાં કઈ રીતે રોડનું કામ કરવામાં આવી રહ્યું છે?
ભૂતકાળમાં 10 રસ્તાના રિસર્ફેસીંગ અને પેચ વર્કનું કામ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું પણ હવે બદલાયેલી ટેકનોલોજીમાં આ કામ શક્ય નહીં હોવાની રજૂઆત કમિશ્નરે કરી હતી. આ સાથે એજન્સીઓ પોતાના કામ માટે રસ્તાનું ખોદકામ કરી તેના ઉપર રિસરફેસ ન કરતા હોય તે અંગે પણ કમિશનરે જણાવ્યું હતું કે કોઈપણ એજન્સી રસ્તો દે તો તેણે ત્રણ દિવસમાં જ રસ્તો ન સ્થિતિમાં લાવવો પડશે. જો આમ ન કરવામાં આવે તો ઓપનિંગ પરમીટ વખતે એજન્સીઓ પાસેથી લેવાયેલી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે.