અમદાવાદ : CGST અમદાવાદ દક્ષિણ, કમિશનરેટની પ્રિવેન્ટિવ વિંગે સ્ક્રેપના વેપારમાં રોકાયેલા Ms જૈમિન એન્ટરપ્રાઈઝ સામે આઠ બિન-અસ્તિત્વ ધરાવતી કંપનીઓ દ્વારા જારી કરાયેલા ઈન્વોઈસના આધારે માલસામાનની વાસ્તવિક રસીદ વિના ITCની છેતરપિંડીથી પ્રાપ્ત કરવાના સંદર્ભમાં તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન જયસુખ મોડાસીયા (46 વર્ષ) મેસર્સ જૈમિન એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર અને જીજ્ઞેશ પટેલ (39 વર્ષ), મેસર્સ જૈમિન એન્ટરપ્રાઈઝના મેનેજિંગ વ્યક્તિની અંદાજે 40,76,75,677ની ઈનવોઈસીસમાં ઉલ્લેખિત પુરવઠા વગર 7,33,81,622ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ રાખવાના મામલે 22મી મે 2023ના રોજ ધરપકડ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો : જયસુખ મોડાસીયા અને જીજ્ઞેશ પટેલે તેમના અન્ય સહયોગીઓ સાથે મળીને છેતરપિંડીનો માસ્ટરમાઇન્ડ પ્લાન બનાવ્યો હતો. માલની વાસ્તવિક રસીદ વગર ઈન્વોઈસની રસીદ અને 7,15,41,284ની ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ તેમની GST જવાબદારી નિકાલ કરવામાં સક્રિયપણે સામેલ થયા હતા. ખરીદી માત્ર કાગળ પર હતી અને ટ્રાન્સપોર્ટરોએ તેમના નિવેદનોમાં પુષ્ટિ કરી છે કે તેઓએ મેસર્સ જૈમિન એન્ટરપ્રાઇઝને કોઈ માલ સપ્લાય કર્યો નથી અને તેમની સંમતિ વિના ઈ-વે બિલ જનરેટ કરવા માટે તેમના વાહન નંબરોનો કપટપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો.
GST જવાબદારીને ડિસ્ચાર્જ :સૂત્રો અનુસાર જયસુખ મોડાસીયા અને જીજ્ઞેશ પટેલનું નિવેદન જાણવા મળ્યું હતું કે, જેમાં તેઓએ વાતચીતમાં કબૂલાત કરી હતી કે મેસર્સ જૈમિન એન્ટરપ્રાઈઝને આ પેઢીઓ પાસેથી કોઈ માલ મળ્યો નથી અને માત્ર ઈન્વોઈસ મેળવ્યા છે. આ પેઢીઓ દ્વારા ઇસ્યુ કરાયેલ ઈન્વોઈસના આધારે ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આવી હતી. મેસર્સ જયમીન એન્ટરપ્રાઇઝના જાવક પુરવઠાની GST જવાબદારીને ડિસ્ચાર્જ કરવા માટે વધુ ઉપયોગમાં લેવાય છે.
ધરપકડ કરવામાં આવી હતી :મેસર્સ જૈમિન એન્ટરપ્રાઇઝના માલિક જયસુખ મોડાસીયા અને તેમના સહયોગી જીજ્ઞેશ પટેલની 22મી મે 2023ના રોજ CGST એક્ટ, 2017ની કલમ 69 હેઠળ ગુનો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. બંનેને 23મી મે 2023ના રોજ અમદાવાદની માનનીય એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને 06મી જૂન 2023 સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.