અમદાવાદમાં મિસિસ ઈન્ડિયા યુનિવર્સના યોજાયા ઑડિશન - AHD
અમદાવાદઃ અમદાવાદમાં એ.કે. ઈવેન્ટ્સ હેઠળ મિસિસ ઈન્ડિયા યુનિવર્સના ઑડિશન્સ યોજાયા હતા. દિલ્હી સ્થિત મિસિસ ઈન્ડિયા યુનિવર્સ કે જેના પ્રેસિડેન્ટ અર્ચના તોમર અને તુષાર ધારીવાલ છે જેઓ નવું પ્લેટફોર્મ આપવા અને પ્રોત્સાહિત કરવા માટે ફેશન શૉનું આયોજન કરે છે. ત્યારે આ વખતે પણ તેમણે મિસિસ ઈન્ડિયા યુનિવર્સનું આયોજન અમદાવાદમાં એ.કે.ઈવેન્ટ્સ હેઠળ કર્યું હતું.
![અમદાવાદમાં મિસિસ ઈન્ડિયા યુનિવર્સના યોજાયા ઑડિશન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3547186-thumbnail-3x2-ahd.jpg)
અમદાવાદમાં 12 જુનના રોજ ઑડિશન્સ થયા હતા. જેમાં આ વખતે ફક્ત મેરીડ વુમન માટેની જ કેટેગરી રાખવામાં આવી હતી.ઓડિશન્સરાઉન્ડમાં મિસિસ ઈન્ડિયા યુનિવર્સના પ્રેસિડેન્ટ અર્ચના તોમર તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા. આ સાથે અહીંના જ્યુરી તરીકે કર્ણાવતી ક્લબના જોઈન્ટ સેક્રેટરી સિલ્વા પટેલ, મિસિસ યુનાઈટેડ ક્લાસિક 2017નો ખિતાબ જીતી ચુકેલા નિપાસિંહ જ્યુરી મેમ્બર તરીકે હાજર રહ્યા હતા. આ અંગે વધુમાં મિસિસ ઇન્ડિયા યુનિવર્સ પ્રેસિડન્ટ અર્ચના તોમરે જણાવ્યું હતુ કે, ‘‘મિસિસ ઈન્ડિયા યુનિવર્સનાઓડિશન્સમાટે ગુજરાતભરમાંથી ઉત્સાહભર મહિલાઓએ ભાગ લીધો હતો"