મેનેજમેન્ટ એજ્યુકેટર અને મોટીવેશનલ સ્પીકર ડો. શૈલેષ ઠાકરે સફળતા પાછળની કરી વાત અમદાવાદ : જીવનમાં મેનેજમેન્ટ કેટલું મહત્વનું હોય છે તે આપણે સૌ જાણીએ છીએ. નોકરી અને પરિવારને એક સાથે મેનેજમેન્ટ કરવું ખૂબ મુશ્કેલી હોય છે. તેવામાં મેનેજમેન્ટ વિષય પણ મોટિવેશન સ્પીચ આપનાર ગુજરાતમાં જન્મેલા અને ભારતના પ્રથમ મેનેજમેન્ટ મોટીવેશનલ સ્પીકર જે વિશ્વના ટોપ 7માં જેમનો સમાવેશ થયો છે. તેવા અમદાવાદના ડૉ.શૈલેષ ઠાકરએ ETV BHARAT સાથે પોતાના કાર્ય પર મળેલી સફળતાને લઈને કેટલીક વાતો કરી છે.
આ પણ વાંચો :Sanjay Raval Bhavnagar: જેલમાં જિંદગીને સુધારવા માટે માર્ગદર્શન આપતા કેદીઓના ચહેરા પર પશ્ચાતાપ મળ્યો જોવા
પ્રશ્ન : સૌથી સફળ મેનેજમેન્ટ મોટીવેશનલ સ્પીકર થયા તમારી આ સફળતાને કઈ રીતે જુઓ છો?
જવાબ : સફળતા એ બાય પ્રોડક્ટ છે મુખ્ય વસ્તુ નથી. હું છેલ્લા 34 વર્ષથી આ કામ કર્યું છે. હું મારા કામથી ઘણો ખુશ છું. દુનિયા એને સફળતા કહે છે અને ભાગ્યશાળી પણ માને છે. પરંતુ હું કિસ્મત પર જતો નથી. હું મારા કામ પર ફોકસ કરું છું મેં તો મારું કામ કર્યુ છે એટલે બધા મને સફળ વ્યક્તિ માને છે.
પ્રશ્ન : તમારી આ સફળતા પાછળ કેટલી મહેનત અને કોઈ રહસ્ય છે ખરું?
જવાબ : ના, કોઈ રહસ્ય નથી. 24 કલાક, 365 દિવસ અને 34 વર્ષથી સતત કામ કર્યું છે. એક સેશન 90 મિનિટ હોય છે. એવા 5000થી પણ વધુ સેશન કર્યા છે. જેનાથી મને આ કામથી આનંદ અને ખુશી પણ મળી છે તે જ મારી સફળતાનું રહસ્ય છે.
પ્રશ્ન : તમારો વિષય મેનેજમેન્ટ છે તો પરિવાર અને નોકરી મેનેજમેન્ટ કરવુ કેટલું જરૂરી છે ?
જવાબ :પરિવાર અને નોકરી બંનેમાં બેલેન્સ કરવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ પૃથ્વી બેલેન્સ પર છે, માણસ પોતે બેલેન્સ પર ઉભો રહે છે, આ પૃથ્વી પરનું દરેક વસ્તુ પણ બેલેન્સ છે. સ્ત્રી પુરુષ, સફેદ કાળો, રાત દિવસ દરેક ચીજ વસ્તુ બેલેન્સ પર જ નિર્ભર છે. તે જ રીતે પરિવાર અને પોતાના કામમાં પણ બેલેન્સ કરવું જરૂરી છે. જેના માટે હું માર્ગદર્શન આપીશ કે તમે તમારા રજાના દિવસોને બ્લોક કરી દો એ સમય તમે કોઈને ના આપશો તે બેલેન્સ તમારા પરિવાર માટે ખૂબ જ મદદરૂપ થશે.
પ્રશ્ન : તમે દુનિયાના દરેક દેશમાં ફર્યા છો સૌથી શ્રેષ્ઠ મેનેજમેન્ટ કયા દેશનું જોવા મળ્યું?
જવાબ : જાપાન મેનેજમેન્ટ એક દુનિયાનું સૌથી સારું મેનેજમેન્ટ લાગે છે. તેના જેવો દેશ મેં ક્યાંય જોયો નથી. એટલું તો હું કહી શકીશ કે જો તમે જાપાન જોયું નથી તો તમે દુનિયામાં કંઈ જોયું નથી. દરેક દેશમાં ફર્યો છું. અમેરિકાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાકિસ્તાનનો પ્રેમ, ભારતનું કલ્ચર શ્રેષ્ઠ માનું છું. ભારત પાસે ભગવત ગીતા જેવા ગ્રંથો છે. પરંતુ મારી આંખોની સામે જાપાનએ મેનેજમેન્ટની દ્રષ્ટિએ પ્રથમ નંબરનો દેશ છે.
પ્રશ્ન : મોટીવેશનલ સ્પીકર અને પ્રશિક્ષણ વચ્ચે કેટલો તફાવત જોવા મળી આવે છે?
જવાબ : આ એક નાજુક વાત છે મોટીવેશન સ્પીકર જેવું કોઈ હોતું જ નથી પ્રશિક્ષણ હોય છે. આજકાલમાં મોટીવેશન સ્પીકર ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. મોટીવેશન એ માત્ર ત્રણ ચાર દિવસ જ અસર કરે છે. પરંતુ પ્રશિક્ષણ એ સમગ્ર જિંદગી પર સાથે રહે છે. સાથે પ્રશિક્ષણમાં પણ 8-10 લેવલ પુરા કરવા જોઈએ. જેથી સારી રીતે સફળ રહી શકીએ છીએ. ત્યારે એક સાચા ગુરુ બની શકે છે. શિક્ષણથી પણ અલગ પ્રશિક્ષણ છે. આપણા કહ્યું પણ કહેવામાં આવે છે કે યુનિવર્સિટી બાદ આગળ અભ્યાસ કરવામાં આવતો નથી પણ તું તે શિક્ષણ છે. પ્રશિક્ષણ નહીં યુનિવર્સિટીના અભ્યાસ બાદ જ પ્રશિક્ષણની શરૂઆત થાય છે. માણસ જીવનના અંતિમ શ્વાસ સુધી શીખતો રહે છે.
આ પણ વાંચો :મોટીવેશનલ સ્પીકર બન્યો ડ્રગ્સ સપ્લાયર, આર્થિક રીતે પગભર થવા માટે ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી
પ્રશ્ન : પહેલા તમે મોટિવેશન સ્પીકરમાં 20 નંબરે હવે ટોપ 7માં પહોંચ્યા કેટલા ખુશ છો?
જવાબ : હું મારા કામથી ઘણો ખુશ છું. ઇન્ટરનેશનલ લેવલ પર કામ કરી રહ્યો છું. પરંતુ દુઃખ પણ થાય છે. ભારતમાં એક ફિલ્મ આવી હતી. જે દેશની અંદર ખૂબ જ ચાલી હતી અને તેના પ્રોડ્યુસર એ પણ કહ્યું હતું કે, આ ફિલ્મ બનાવી અને ખૂબ ચાલી તેને ખુશી તો છે. પરંતુ સામે દુઃખ પણ છે એટલે પોતાના કામની અંદર સુખ અને દુઃખ બંને હોવા જોઈએ. જેથી હું એટલું જ કહીશ કે આ સફળતા મળી તેનો ઘણો ખુશ છું.