મધર્સ ડેના દિવસે કવિ બોટાદકરએ લખેલી કવિતા યાદ આવે
મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનની જોડ સખી નહી જડે રે લોલ…
કવિ ઝવેરચંદ મેઘાણીની રચનાઃ
કોઈ દી સાંભરે નૈ,
માં મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ?
મધર્સ ડેના દિવસે કવિ બોટાદકરએ લખેલી કવિતા યાદ આવે
મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનની જોડ સખી નહી જડે રે લોલ…
કવિ ઝવેરચંદ મેઘાણીની રચનાઃ
કોઈ દી સાંભરે નૈ,
માં મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ?
માં મને કોઈ દી સાંભરે નૈ.
કવિ પ્રેમાનંદ કહ્યું હતું કે ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસારનેપોલિયને કહ્યું છે કે એક માતા એ સો શિક્ષકની ગરજ સારે છે. એક કવિએ લખ્યું છે કે છોરુ કછોરુ થાય પણ માતા કુમાતા ન થાય. એક ત્રાજવામાં માને બેસાડો અને બીજા ત્રાજવામાં આખી દુનિયાને મુકો છતાં માનું પલ્લું હમેશાં નમતુ રહે છે.
માં તમારાથી નારાજ હોય તો તેને આજે મનાવી લેજો. આમ તો માં નારાજ થાય જ નહી, પણ કોઈ કારણસર માં તમારાથી નારાજ થઈ હોય તો તેને થેન્કસ કહીને રાજી કરી લેજો. મધર્સ ડે ત્યારે જ સાર્થક થયો કહેવાશે.
એક વાત નક્કી છે કે માં દેખાવમાં કડક લાગતી હશે, પણ તેટલી જ સરળ અને નરમ સ્વભાવની હોય છે. કોઈપણ વાતથી માં નારાજ હોય તો પોતાની ભુલ સ્વીકારીને માંને ગળે લગાવી દેજો. કોમળ મનની માં તમારાથી વધારે સમય નારાજ નહી રહી શકે, માંની મીનીટોમાં નારાજગી દૂર થઈ જશે.
ક્યારેક એવું થાય કે આપે માફી માંગી અને માંની નારાજગી દૂર ન થઈ હોય તો આપની પાસે માંના નામે પ્રેમ પત્ર લખવાનો વિકલ્પ છે. આ પત્રમાં આપની લાગણી રજૂ કરો અને માની નારાજગીથી આપ ખુબ દુઃખી છે, તેમ કહો. 100 ટકા માં રાજી થઈ જશે.
જો માં નારાજ હોય તો તેને મનાવવા માટે માંને જે ભાવે છે કે ખાવાનું કે નાસ્તાની ડીશ બનાવીને ખવડાવો. તમારા હાથનું ખાવાનું ખાઈને માંની નારાજગી સેકન્ડોમાં દૂર થઈ જશે.
જો માં નારાજ હોય તો તેને મનાવવા માટે તમારી સેલરીમાંથી પોકેટ મની આપો અથવા તેમાંથી માંની પસંદની વસ્તુની ગિફટ લાવીને આપો. માંને પુત્ર ગિફટ આપો તો ખુબ ગમે છે. આખા ગામમાં કે સગાવ્હાલાને જઈને કહેશે કે મારો દીકરો મારા માટે આ ગિફટ લાવ્યો.
મોટાભાગે એવું જોવા મળ્યું છે, કેટલાક દીકરાઓ માને સમય જ નથી આપી શકતા. સપ્તાહમાં એક વાર માની પાસે બેસીને વાતો કરો, માંની સમસ્યા જાણો, તેને કાંઈ લાવવું હોય તો તે પુછો, તેમના ખબરઅંતર પુછો. માંને સપ્તાહમાં એકવાર બહાર ફરવા લઈ જાવો. મંદિર દર્શન કરવા લઈ જાવો. માં રાજી થશે.
જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપિ ગિયસે…