અમદાવાદ : મોટેરા સ્ટેડિયમ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા 700 કરોડના ખર્ચે ઉભું કરવામાં આવ્યું છે. અગાઉ મેલબોર્ન સૌથી મોટું સ્ટેડિયમ હતું, ત્યારે હવે 1.10 લાખ દર્શકોની કેપેસિટી ધરાવતા મોટેરા સ્ટેડિયમ તૈયાર થયા બાદ મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ બનશે. આ સ્ટેડિયમ 63 એકર વિસ્તારમાં ફેલાયેલું છે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમના જુઓ અંદરના દ્રશ્યો અને તેની ખાસ વિશેષતા - સ્ટેડિયમ ન્યુઝ
અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં 24મી ફેબ્રુઆરીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાશે, ત્યારે મોટેરા સ્ટેડિયમની અંદરના દ્રશ્યો અને સ્ટેડિયમના શું છે વિશેષતા આવો જાણીએ ETV BHARAT પર...
![અમદાવાદના મોટેરા સ્ટેડિયમના જુઓ અંદરના દ્રશ્યો અને તેની ખાસ વિશેષતા મોટેરા સ્ટેડિયમના જુઓ અંદરના દ્રશ્યો અને તેની ખાસ વિશેષતા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6150872-thumbnail-3x2-mohtera.jpg)
મોટેરા સ્ટેડિયમના જુઓ અંદરના દ્રશ્યો અને તેની ખાસ વિશેષતા
મોટેરા સ્ટેડિયમના જુઓ અંદરના દ્રશ્યો અને તેની ખાસ વિશેષતા
આ ઉપરાંત સ્ટેડીયમમાં કુલ ૧૧ પીચ બનાવવામાં આવી છે. જે કડી અને લાલ માટીથી બનાવવામાં આવી છે. મોટેરા સ્ટેડીયમમાં હવે માત્ર ક્રિકેટ જ નહિ, પરંતુ ફૂટબોલ, વોલીબોલ, હોકી, ખોખો, કબ્બડી, બાસ્કેટ બોલ, ટેબલ ટેનીસ જેવી મેચ પણ રમાશે. મોટેરા સ્ટેડીયમમાં મુખ્ય મેદાન ઉપરાંત પ્રેક્ટીસ માટે અન્ય ૨ ગ્રાઉન્ડ પણ છે અને એક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં ફીજીયોથેરાપી અને હાઈડ્રોથેરાપી સીસ્ટમ પણ છે. આમ, સ્ટેડીયમ તમામ સુવિધાઓથી સજ્જ છે.
Last Updated : Feb 24, 2020, 3:09 PM IST