- અમદાવાદની મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં મહત્તમ બેડ ખાલી
- અમદાવાદની કેટલીક ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં હાલ 90% બેડ ખાલી
- દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં હવે હોસ્પિટલોએ નોન કોવિડ દર્દીઓને લેવાના શરૂ કર્યા
અમદાવાદ :શહેરની ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોનાના દર્દીઓ માટે ફળવાયેલા કુલ 7,000 બેડમાંથી 90% બેડ હાલ ખાલી અવસ્થામાં જોવા મળી રહ્યા છે. કોરોના કેસમાં સતત ઘટાડો થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ અને શારદાબહેન હોસ્પિટલ કોરોના ફ્રી કરવામાં આવી છે. જ્યારે SVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 380 બેડ અને LG હોસ્પિટલમાં 160 બેડ રાખવામાં આવ્યા છે. આ સિવાયના જનરલ અને ઓક્સિજન-વેન્ટિલેટર અને નોન કોવિડ તરીકે હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો : કોરોનાના કેસમાં ઘટાડો થતાં નમો કોવિડ કેર સેન્ટર કરાયું બંધ
અમદાવાદની SVP હોસ્પિટલમાં ICU વિથ વેન્ટિલેટર કુલ 14 ખાલી અવસ્થામાં
અમદાવાદ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટમાં આઇસોલેટેડ 2,017 ઓક્સિજન બેડ, 3609 ICU વીથ આઉટ વેન્ટિલેટર, 526 ICU વેન્ટિલેટર, 652 બેડ ખાલી જોવા મળી રહ્યા છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં આઇસોલેટેડ 177 ઓક્સિજન સપ્લાય બેડ 102 ICU વીથ આઉટ વેન્ટિલેટર 17 જ્યારે ICU વિથ વેન્ટિલેટર કુલ 14 ખાલી અવસ્થામાં જોવા મળી રહ્યા છે.