બુધવારે મેલેરિયા વિભાગની ટીમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત એકમો જેવા કે, પંપિગ સ્ટેશન, ડ્રેનેજ પંપિગ સ્ટેશન, AMTS ડેપો, સરકારી હોસ્પિટલમાં ચેકિંગ કર્યું હતું. જેમાં 648 જેટલી સરકારી જગ્યાઓ તપાસી હતી. માત્ર 52 એકમોને નોટિસ આપી સંતોષ વ્યક્ત ર્ક્યો હતો. AMC સંચાલિત પંપિંગ સ્ટેશન અને હોસ્પિટલ કે, રેલવે પોલીસ સ્ટેશનને દંડ ફટકાર્યો નથી. ખાનગી મિલકતોમાંથી મચ્છર મળતા તેમને નોટિસ આપી કુલ 85 હજારનો દંડ વસૂલ કર્યો હતો.
AMC સંચાલિત પંપીગ સ્ટેશન અને LG હોસ્પિટલમાં મચ્છર મળ્યા છતાં દંડ ન ફટકાર્યો, માત્ર નોટિસ - health department
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દરરોજ અલગ અલગ જગ્યાએ મચ્છરોના ઉત્પત્તિને લઈ ચેકિંગ કરી રહી છે. જો કે, નોટિસ આપી દંડ વસુલાત અને સીલ મારવાની કાર્યવાહીમાં બેવડું વલણ આરોગ્ય વિભાગની ટીમે રાખ્યું છે.
![AMC સંચાલિત પંપીગ સ્ટેશન અને LG હોસ્પિટલમાં મચ્છર મળ્યા છતાં દંડ ન ફટકાર્યો, માત્ર નોટિસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4555388-thumbnail-3x2-amc.jpg)
amc
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પંપિંગ સ્ટેશન, નવા વાડજ AMTS ડેપો તેમજ અનેક જગ્યાએથી મચ્છર હોવા છતાં મચ્છર ન મળ્યા હોવાનું બતાવવામાં આવ્યું હતું. મણિનગર એલજી હોસ્પિટલમાંથી મચ્છર મળી આવ્યા છે. સાબરમતી રેલવે પોલીસ સ્ટેશન, કાળી કોમ્યુનીટી હોલ, સાબરમતી રેલવે હોસ્પિટલ, PWD ડેપો, ચાંદખેડા GEB સ્ટેશન, રાજપુર પોલીસલાઈન, પ્રહલાદનગર, આંબલી, આનંદનગર, શ્રીનાથ પંપિંગ સ્ટેશનમાંથી પણ મચ્છર મળ્યા હતા. જો કે, આ કોઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દંડ નથી ફટકારવા આવ્યો.