ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, રોગચાળાનો ભય - મચ્છરજન્ય રોગો

અમદાવાદઃ શહેરની મધ્યમાં આવેલા વસ્ત્રાપુર તળાવને હાલમાં જ નર્મદાના નીરથી ભરવામાં આવ્યું છે. ત્યારે આ તળાવમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા સ્થાનિકોને ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે.

vastrapur lake in ahmedabad

By

Published : Sep 21, 2019, 1:15 PM IST

વસ્ત્રાપુર તળાવની સુંદરતાની સાથે બીજું વરવું રૂપ પણ સામે આવ્યું છે. તળાવના નવીનીકરણ પછી યોગ્ય અને નિયમિત સાફ-સફાઈના અભાવે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે.. તળાવની ચારે તરફ મચ્છરોના ઝુંડ જોવા મળ્યા હતા. હાલમાં અમદાવાદમાં ડેન્ગ્યુ ,મેલેરીયા તેમજ કોંગો ફીવર જેવા રોગો ફેલાઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરોના ત્રાસથી બચવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવે છે કે, રોકચાળો વકરે એની રાહ જોવાઈ રહી છે.

અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

તળાવની આજુબાજુના સ્થાનિક રહીશો દ્વારા પણ મચ્છરોના ઉપદ્રવની સામે રક્ષણ મેળવવા માટે અવારનવાર કોર્પોરેશનમાં જાણ કરવા છતાં પણ તંત્રના બહેરા કાને કોઈ નક્કર પગલાં લેવાય તેવું જોવામાં આવતું નથી.જેના કારણે લોકોની હાલત કફોડી બની છે.

ABOUT THE AUTHOR

...view details