અમદાવાદઃઅમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગરમીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.પરંતુ હજુ પણ શહેરમાં મચ્છરજન્ય (Ahmedabad Civil hospital) કેસ વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ (ahmedabad corporation health department) દ્વારા લોકોનું સ્વાસ્થ્ય (Dengue Case in Ahmedabad) જળવાઈ રહે એ માટે ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે. પણ શહેરમાં ધીમે ધીમે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં મચ્છરજન્ય રોગના કેસ વધારે જોવા મળી રહ્યા છે.
મચ્છરજન્ય રોગ વધતા આરોગ્ય વિભાગમાં દોડધામ, તબીબોએ કરી મહત્ત્વની અપીલ - dengue Case symptoms
અમદાવાદમાં મિશ્ર ઋતુનો અનુભવ થયા બાદ છેલ્લા કેટલાક સમયથી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. વરસાદની સીઝન બાદ અમદાવાદમાં મચ્છરજન્ય રોગના કેસ વધી (Ahmedabad Civil hospital) રહ્યા છે. આ અંગે અમદાવાદ કોર્પોરેશને (Ahmedabad Corporation) ફોગિંગની કામગીરી શરૂ કરી દીધી છે. જોકે, કેસ વધવાને કારણે હોસ્પિટલમાં દર્દીઓ દિવસે દિવસે વધી રહ્યા છે.
રોગચાળાનો ભયઃઅમદાવાદ શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલ્ટી ના કેસની સામે સ્વાઈન ફલૂ કેસ સામે આવી રહ્યા છે.જે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ માટે ચિંતા વિષય બન્યો છે. છેલ્લા 5 દિવસમાં 83 કેસ માત્ર ડેન્ગ્યુના નોંધાયા છે. સપ્ટેમ્બરના પ્રથમ 5 દિવસમાં 83 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અન્ય મચ્છરજન્ય રોગની વાત કરવામાં આવે તો મેલેરિયા 13 કેસ, ઝેરી મેંલેરિયાના 3 કેસ, ચિકનગુનિયા 3 કેસ સામે આવ્યા છે. જેના પગલે કોર્પોરેશન આરોગ્ય વિભાગે 3 દિવસમાં 6825 જેટલા લોહીના નમૂના લીધા છે.
નમૂના લેવાયાઃ જ્યારે ડેન્ગ્યુ માટે સિરમના 711 સેમ્પલ લેવામાં આવ્યા છે. શહેરમાં કોરોના બાદ સ્વાઈન ફ્લુનો કહેર જોવા માફી રહ્યો છે. સપ્ટેમ્બર 4 દિવસમાં 68 જેટલા કેસ નોંધ્યા છે. જેમાં અત્યાર સુધી સ્વાઈન ફલૂ કેસનો આંકડો 840 પહોંચ્યો છે. જે ચિંતાનો વિષય છે. પાણી જન્ય કેસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના 40 કેસ, કમળાના 21 કેસ, ટાઈફોઈડના 31 કેસ જ્યારે રાહતની વાત તો એ છે કે અત્યાર સુધી એક પણ કેસ કોલેરાનો નોંધાયો નથી.