ગુજરાત

gujarat

ETV Bharat / state

AMCની ધનવંતરી રથ સેવા દ્વારા એક લાખથી વધુ લોકોની ઓન ધ સ્પોટ સારવાર કરવામાં આવી

કોરોના કાળમાં જે રીતે અમદાવાદ ગુજરાતનું હોટસ્પોટ બન્યું હતું. તે દરમિયાન શહેરમાં કોરોનાને કાબૂમાં લેવા રાજ્ય સરકાર અને AMC દ્વારા ધન્વંતરી રથની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફની ટીમ બીમાર લોકોના ઘરે જઈ સારવાર કરતી હતી.

By

Published : Sep 6, 2020, 11:09 PM IST

AMCની ધનવંતરી રથ સેવા દ્વારા એક લાખથી વધુ લોકોની ઓન ધ સ્પોટ સારવાર કરવામાં આવી
AMCની ધનવંતરી રથ સેવા દ્વારા એક લાખથી વધુ લોકોની ઓન ધ સ્પોટ સારવાર કરવામાં આવી

અમદાવાદ: રાજ્ય સરકારે લોકોને આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે ધન્વંતરી રથની યોજના અમલમાં મૂકી હતી. જેમાં અમદાવાદમાં ધન્વંતરી રથમાં પેશન્ટની OPD સમયે ડાયાબિટિસ, બ્લડપ્રેશર અને ગ્લુકોમીટર જેવા સાધનની મદદથી ઓક્સિજન લેવલની પણ ચકાસણી કરવામાં આવે છે. 15 મેથી શરૂ થયેલા આ અભિયાનમાં 4 સપ્ટેમ્બર સુધીમાં 10,00,197 લોકોની સારવાર કરવામાં આવી છે. AMCએ દાવો કર્યો છે કે, મે મહિનામાં કોરોનાના કારણે લોકોમાં જોવા મળતા તાવ તેમજ કફના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. કફ-કોરીઝાના સરેરાશ 5.66 ટકા કેસ તથા તાવના સરેરાશ 2.67 ટકા કેસો જોવા મળ્યાં છે.

AMCની ધનવંતરી રથ સેવા દ્વારા એક લાખથી વધુ લોકોની ઓન ધ સ્પોટ સારવાર કરવામાં આવી
કન્ટેનમેન્ટ ઝોનમાં ધન્વંતરી રથની કામગીરી

શહેરના 14 કન્ટેનમેન્ટ ઝોનમાં 160 લોકેશન ઉપર ધન્વંતરી રથ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. દરેક રથ એક દિવસમાં દરેક લોકેશનમાં બે કલાક એમ ચાર લોકેશન પર ફરજ બજાવે છે. ધન્વંતરી રથની સંખ્યા તબક્કાવાર રીતે વધારવામાં આવી હતી. મે મહિનામાં પ્રથમ તબક્કે દોઢ લાખથી વધારે લોકોની સારવાર કરી હતી. 17 મેના રોજ કફ અને કોરીઝાના 32.21 ટકા કેસો, તાવના 9.67 ટકા કેસો જણાયા હતા.

AMCની ધનવંતરી રથ સેવા દ્વારા એક લાખથી વધુ લોકોની ઓન ધ સ્પોટ સારવાર કરવામાં આવી
કોરીઝા અને કફના કેસમાં ઘટાડો જોવા મળ્યો

ધન્વંતરી રથની ઘનિષ્ઠ સારવારના પરિણામે મે મહિનાના અંત સુધીમાં સરેરાશ 20.67 ટકા કફ અને કોરીઝાના કેસો તથા તાવના 6.32 ટકા જણાયા હતા. જૂન મહિનામાં કફ અને કોરીઝાના કેસો સરેરાશ 16.25 ટકા અને તાવના સરેરાશ 4.25 ટકા કેસો નોંધાયા હતા. જ્યારે જુલાઇ મહિનામાં કફ અને કોરીઝાના સરેરાશ કેસ 11.92 ટકા તથા તાવના સરેરાશ 2.92 ટકા કેસો નોંધાયા હતા. ઓગસ્ટ મહિનામાં કફ અને કોરીઝાના કેસોનું સરેરાશ પ્રમાણ 6.92 ટકા જેટલું થયું હતું. અને તાવના કેસોનું સરેરાશ પ્રમાણ 2.08 ટકા થઇ ગયું હતું.

AMCની ધનવંતરી રથ સેવા દ્વારા એક લાખથી વધુ લોકોની ઓન ધ સ્પોટ સારવાર કરવામાં આવી

ABOUT THE AUTHOR

...view details