ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના 13,000થી વધુ MSME એકમોને રૂ. 1370 કરોડની સહાય ઓનલાઇન અપાઈ - ઈટીવી ભારત

કોરોના-કોવિડ-19 સંક્રમણ પછીની બદલાતી વૈશ્વિક આર્થિક સ્થિતિનો મહત્તમ લાભ લઇ આફતને અવસરમાં પલટાવવા રાજ્યના લઘુ-મધ્યમ અને MSME ઊદ્યોગકારોને આહવાન કર્યુ હતું ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ૧૩ હજારથી વધુ MSME-મધ્યમ ઊદ્યોગ એકમોને રૂ. 1370 કરોડની સહાય ઓનલાઇન જમા કરાવી હતી.

રાજ્યના 13,000થી વધુ MSME એકમોને રૂ. 1370 કરોડની સહાય ઓનલાઇન આપી
રાજ્યના 13,000થી વધુ MSME એકમોને રૂ. 1370 કરોડની સહાય ઓનલાઇન આપી

By

Published : Jun 26, 2020, 3:06 PM IST

ગાંધીનગર : આ સંદર્ભમાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ સામે ‘‘જાન હૈ-જહાન હૈ’’ના ધ્યેય સાથે રોજિંદી જીવન પ્રવૃત્તિઓ, વેપાર, ઊદ્યોગ, ધંધા-રોજગાર ફરી ધમધમતા-ધબકતા કરવા રાજ્ય સરકાર આવા ઊદ્યોગ-ધંધા-વેપારને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. રાજ્યભરના જિલ્લાઓના 12,247 MSME ઊદ્યોગકારોના બેન્ક ખાતામાં રૂ. 768 કરોડ અને ટેક્સટાઇલ ઊદ્યોગ સહિતના અન્ય મોટા ઊદ્યોગોના 835 એકમોને રૂ. 601 કરોડની સહાય મળી કુલ 13,000 એકમોને રૂ. 1369 કરોડની સહાય એક જ કલીકથી ગાંધીનગર બેઠા આ ઊદ્યોગકારોના બેન્ક ખાતામાં DBTથી જમા કરાવવાની અભિનવ પહેલનો પ્રારંભ કરાવ્યો હતો.

રાજ્યના 13,000થી વધુ MSME એકમોને રૂ. 1370 કરોડની સહાય ઓનલાઇન આપી
રાજ્યના જિલ્લા મથકોએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા ઊદ્યોગ-વેપાર પ્રતિનિધિઓને આ સહાય આપતા સમયે જણાવ્યું હતું કે ઊદ્યોગ વેપાર તો ગુજરાતના DNAમાં રહેલા છે ત્યારે કોરોના કોરોના કરીને બેસી રહેવાને બદલે કોરોના સાથે કોરોના સામે જંગ આદરીને કોરોનાને હરાવવા આપણે સતર્કતા-સાવચેતી સાથે વેપાર, ઊદ્યોગો, ધંધા રોજગારને પહેલાં કરતાં પણ વધુ તેજ ગતિ, વધુ ઉત્પાદન, વધુ સારી ગુણવત્તા સાથે આગળ ધપાવી વિકાસની રફતારને નવી ગતિ આપવી છે.
રાજ્યના 13,000થી વધુ MSME એકમોને રૂ. 1370 કરોડની સહાય ઓનલાઇન આપી
રાજ્યના વિકાસનો આધાર એવા ૩૩ લાખ MSME 1.5 કરોડ જેટલા લોકોને રોજગારી આપે છે. આ MSME સહિતના અન્ય મધ્યમ-મોટા ઊદ્યોગોને કોરોના અને લોકડાઉનને કારણે પડેલી અસરમાંથી પુન: ચેતનવંતા બનાવવાના ધ્યેય સાથે આ રૂ. 14,000 કરોડના પેકેજ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા આત્મનિર્ભર ભારત પેકેજમાં MSME માટે જાહેર કરેલી સહાયનો મહત્તમ લાભ ગુજરાતને મળે તે માટે આયોજનબદ્ધ કામગીરી ગુજરાતે કરી હોવાની સીએમ રૂપાણીએ વિગતો આપી હતી. રાજ્યના ૩૩ જિલ્લાના જે 13,000 હજાર ઊદ્યોગ-એકમોને એટ વન કલીક સહાયની રકમ મળી છે તેમાં સૌથી વધુ સુરતમાં 6108 એકમોને રૂ. 294 કરોડ અને અમદાવાદમાં 2086 એકમોને રૂ. 125 કરોડ મુખ્યત્વે છે.

ABOUT THE AUTHOR

...view details