અમદાવાદશહેરમાં મેટ્રોની શરૂઆત થતા જ એક મહિનાની અંદર મેટ્રોની આવક રુપિયા 1.5 કરોડથી પણ વધારે થઈ છે. જેમાં ખાસ કરીને રાજ્યમાં ચાલી રહેલા દિવાળીવેકેશનને કારણે મેટ્રોમાં લોકોની મુસાફરીનો ક્રેઝ પણ વધારે (11 lakh people enjoyed a metro ride) પ્રમાણમાં જોવા મળ્યો હતો. હાલ પણ મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે.
11 લાખથી વધુ લોકોએ મેટ્રોની સફર માણી દોઢ કરોડથી વધુની આવક અમદાવાદ શહેરના લોકો ઘણા સમયથી જે મેટ્રોનીરાહ જોઈ રહ્યા હતા. તે આ મહિનાની શરૂઆતમાં સમગ્ર શહેરના રૂટ પર શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે દિવાળી વેકેશન મેટ્રોન સારી રીતે પડ્યું છે. કેમકે દિવાળી વેકેશનમાં જ મેટ્રોને દોઢ કરોડથી પણ વધુની આવક થાય છે.
11 લાખથી વધુ લોકોની મુસાફરી 26 દિવસમાં 11 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે. પહેલી ઓક્ટોબરના રોજ અમદાવાદ શહેરમાં પૂર્વથી પશ્ચિમમાં જોડતો વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી મેટ્રો શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે છઠ્ઠી ઓક્ટોબરથી એપીએમસીથી મોદી સ્ટેડિયમ સુધી મેટ્રોની શરૂઆત કરવામાં આવી હતી. આ 26 દિવસમાં મેટ્રોની મુલાકાતે ની વાત કરવામાં આવે તો પૂર્વ થી પશ્ચિમ એટલે કે વસ્ત્રાલ ગામથી થલતેજ રૂટ પર કુલ રુપિયા 805645 લોકોએ મેટ્રોની મુસાફરી કરી હતી. જ્યારે છઠ્ઠી ઓક્ટોબરથી એપીએમસીથી મોદી સ્ટેડિયમ સુધી મેટ્રોની શરૂઆત કરવામાં આવી હતી. આ 21 દિવસમાં રુપિયા 2,97,598 લોકોએ મેટ્રોનો લાભ લીધો છે. આમ કુલ 26 દિવસમાં રુપિયા 1103243 લોકોએ મુસાફરી કરી છે.
મેટ્રોની મુસાફરી ભરપૂર માણી અમદાવાદ શહેરમાં મેટ્રોની શરૂઆત થતાં જ દિવાળી વેકેશનમાં લોકોએ મેટ્રોની મુસાફરી ભરપૂર તે માણી છે. જેના કારણે મેટ્રોની આવકમાં પણ ધરખમ વધારો જોવા મળી આવે છે અલ્પેશ ગામથી વસ્ત્રાલ સુધીના રૂટની આવકની વાત કરવામાં આવે તો રુપિયા 1,32,73,908 રૂપિયા તેમજ એપીએમસી મોટેરા સ્ટેડિયમ સુધીના રૂટની રુપિયા 45,05,5895 રૂપિયા આવક થઈ છે.આમ કુલ મળીને 26 દિવસમાં મેટ્રોની આવક રુપિયા 1,77,79,803 રૂપિયા આવક થઈ છે.
દિવાળી પર લાભ અમદાવાદ શહેરના પૂર્વ થી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણના મેટ્રો રૂટ પર દિવાળી વેકેશનમાં સૌથી વધુ અમદાવાદ શહેર લાભ લીધો છે. બે દિવસથી વાત કરવામાં આવે તો 25 ઓક્ટોબરે થલતેજ થી વસ્ત્રાલ ગામ સુધી રૂપિયા 62308 લોકોએ મુસાફરી કરી છે. જ્યારે એપીએમસી થી મોટેરા સ્ટેડિયમ સુધી રૂપિયા 26,023 મુસાફરી કરી છે. આમ કુલ મળીને રૂપિયા 81,331 લોકોએ મેટ્રોની મુસાફરી કરી છે. જેમાં કુલ આવક રૂપિયા 15,70,900 છે. જ્યારે 26 ઓક્ટોબરે થલતેજ થી વસ્ત્રાલ સુધી રૂપિયા 60663 અને એપીએમસી થી મોટેરા સુધી રૂપિયા 29,903 લોકો મુસાફરી કરી છે. જેમાંથી રૂપિયા 14,19,710 રૂપિયાની આવક થઈ છે.