- દેશભરના 3 લાખ ડૉકટર હડતાલ પર
- અમદાવાદના 10,000 ડૉકટર હડતાળમાં જોડાયા
- આયુર્વેદિક ડૉક્ટરોને સર્જરીની પરવાનગી સામે વિરોધ
અમદાવાદઃ તાજેતરમાં આયુર્વેદિક ડૉક્ટરોને 52 પ્રકારની સર્જરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. જેને પગલે દેશભરમાં મેડિકલ એસોસિએશનના ડૉકટર 12 કલાકની હડતાલ પર ઉતર્યા છે. આ હડતાલ માં ઇમરજન્સી સેવા અને કોરોનાની સેવા ચાલુ રહેશે.
શા માટે ડૉક્ટરોનો વિરોધ
CCIM દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ જેમાં હવેથી આયુર્વેદિક ડૉક્ટરો તાલીમ બાદ સર્જરી કરી શક્શે. જેને પગલે મેડીકલના ડૉક્ટરો આ બાબતે રોષે ભરાયા છે અને ગુજરાત સહિત ભારતભરના ડૉક્ટરો 12 કલાકની હડતાલ પર ઉતર્યા છે.
દેશના 3 લાખ ડૉક્ટરહડતાલ માં જોડાયા
12 કલાકની હડતાલમાં દેશના અનેક ડૉક્ટર જોડાયા છે. જેમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન પણ હડતાળમાં જોડાયું છે. અમદાવાદના 10,000 ડૉક્ટર, ગુજરાતના 28,000 ડૉક્ટર અને દેશભરના 3 લાખ ડૉક્ટર હડતાલમાં જોડાયા છે.
અમદાવાદના 10,000 થી વધુ ડૉક્ટર 12 કલાકની હડતાલ પર હડતાલ ના કારણે કઇ કઈ સેવા બંધ રહેશે?
હડતાલ દરમિયાન કોરોના અને ઇમરજન્સી સિવાયની તમામ સેગા બંધ રહેશે. જેમાં OPD, પ્લાન્ડ સર્જરી, ઓપરેશન બંધ રહેશે. તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે અને સાંજના 6 વાગે હડતાલ પુરી થશે તે બાદ પણ તમામ સેવા ચાલુ થશે.
આયુર્વેદિક ડૉક્ટરોને કઈ કઈ સર્જરી કરવા પરવાનગી?
આયુર્વેદિક ડૉક્ટરોને 52 પ્રકારની સર્જરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. જેમાં આંખ, કાન, નાક,ગળું, દાંત તથા પ્લાસ્ટિક સર્જિર સહિત અનેક સર્જરી કરવાની છૂટ આપવામાં આવી છે. તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મેડીકલના ડૉક્ટરોને જણાવ્યા અનુસાર આયુર્વેદિક ડૉક્ટર જ્યારે સર્જરી કરે ત્યારે તેમની પાસે અનુભવ પણ ના હોય જેથી દર્દીનો જીવ પણ જોખમમાં મુકાય અથવા દર્દીના જીવન સાથે ચેડાં થાય છે.