ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 1000ને પાર - Corona cases in bopal

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે સાંજ સુધીમાં નવા 14 કેસ નોંધાતા કુલ આંકડો 1005 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંકડો 200ને પાર પહોંચ્યો છે.

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 1000ને પાર થયો
અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 1000ને પાર થયો

By

Published : Jul 15, 2020, 8:53 PM IST

અમદાવાદ: જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતા ધોળકામાં પોઝિટિવ કેસનો આંકડો 282 અને સાણંદમાં 224 પર પહોંચ્યો છે, જે કુલ કેસના લગભગ 50 ટકા જેટલો થાય છે.

વિગતવાર માહિતી જોઈએ તો દસક્રોઈ-189, બાવળામાં 101 કેસ નોંધાયા છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 31, વિરમગામમાં 112, બાવળામાં 100 અને માંડલ તાલુકામાં 38 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી 57 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.27 લાખ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 33 હજાર જેટલા ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઈઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનિટાઈઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details