અમદાવાદમોરબીના કેબલ બ્રિજ (Morbi Cable Bridge) પર 400થી વધુ લોકો ફરવા આવ્યા હતા. રવિવાર હતો, એટલે મોરબીવાસીઓ કેબલ બ્રિજ ( Cable Bridge over Machu River in Morbi) પર ફરવા માટે આવ્યા હતા, કેબલ બ્રિજની ક્ષમતા કરતાં વધુ લોકો બ્રિજ પર હતા, જેને કારણે કેબલ બ્રિજ તૂટી પડ્યો હોવાનું એક પ્રાથમિક તારણ નીકળે છે. આ કેબિલ બ્રિજ તૂટી પડતા (Morbi Bridge Collapse ) 134 લોકોના મોત થયા છે, જેમાં તો 56 બાળકો છે. અનેક લોકોને બચાવી લેવાયા છે. આ કરુણાતિકાથી મોરબીમાં માતમ છવાયો છે.
રે હવે સવાલ એ થાય કે કેબલ બ્રિજ તૂટ્યો તેની પાછળ કારણ શું? તેનું મેઈન્ટેન્સ યોગ્ય રીતે થતું હતું કે કેમ? કોની બેજવાબદારી છે? તેને મંજૂરી લેવાઈ હતી કે કેમ? 142 વર્ષ જૂનો છે આ કેબલ બ્રિજમોરબીના મચ્છુ નદી પર બંધાલેયલ કેબલ બ્રિજ તારીખ 20 ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઈના ગવર્નર (Governor of Mumbai in 1879) રિચર્ડ ટેમ્પલના હસ્તે આ પુલનું ખાતમુહૂર્ત થયું હતું. તે સમયે અંદાજે 3.5 લાખના ખર્ચે 1880માં આ ઝુલતા પુલનું નિર્માણ પુરુ થયું હતું. તે સમયે આ પુલ બાંધવાનો સમય ઈંગ્લેન્ડથી આવ્યો હતો. દરબાર ગઢથી નઝરબાગને જોડવા માટે આ પુલને બાંધવામાં આવ્યો હતો.
ફિટનેસ સર્ટિફિકેટ વગર પુલ ચાલુ કરી દેવાયોઃ ચીફ ઓફિસર ઝુલતો પુલ છ મહિનાથી રીનોવેશનમાં હતોજાણવા મળ્યા મુજબ મોરબીના આ ઝુલતા બ્રિજને રીપેર કરવા માટે છ મહિનાથી બંધ રખાયો હતો, અને તેનું રીનોવેશન કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું. એન્જિનિયરો, કોન્ટ્રાકટરો અને સ્પેશિયલ ફેબ્રિકેટરોની ટીમ રીનોવેશનનું (A team of special fabricators) કામ પૂર્ણ કર્યું હતું. જેમાં અંદાજિત બે કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. અને આ ઝુલતા પુલના રીનોવેશન (Renovation of Morbi Suspension Bridge) માટે કોર મટરીયલ જિંદાલ કંપની પાસેથી તૈયાર કરાવ્યું હતું. તેમજ સ્પેશિયલ ગ્રેડની લાઈટ વેઈટ એલ્યુમિનિયમ શીટ (Special grade light weight aluminum sheet) તૈયાર કરાઈ હતી.
આ કેબિલ બ્રિજ તૂટી પડતા 134 લોકોના મોત થયા છે, જેમાં તો 56 બાળકો છે. ફિટનેસ સર્ટિફિકેટ વગર પુલ ચાલુ કરી દેવાયોઃ ચીફ ઓફિસરમોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, કંપની દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ લીધા વિના ઝુલતા પુલને ખુલ્લો મુકી દીધો હતો. આ પુલ જરજરિત થયો હતો. તે રીનોવેશન કરવા આપ્યો હતો. યોગ્ય કલેકટર સાથે બેઠક પણ થઈ હતી. સાત માર્ચે, 2022ના રોજ 15 વર્ષ માટે ઓરેવા ગ્રુપ સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો. રીનોવેશન થયા પછી ફિટનેસ સર્ટિફેક્ટ લીધા વિના ચાલુ કરી દેવાયો છે. નગરપાલિકાને કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી કે કેટલી ક્ષમતા છે, અને કયું મટરીયલ વાપર્યું છે. કંપનીએ તો 15 વર્ષ સુધી ટકી શકે તેવો દાવો કર્યો હતો. પણ બ્રિજ ખુલ્લો મુકાયોના ચોથા જ દિવસે તૂટી પડ્યો હતો.
ઓરેવા ગ્રુપે 15 વર્ષ સુધી સંચાલન કરવા કરાર કર્યા હતા કસુરવારોને છોડાશે નહીઃ રેન્જ આજી, મોરબીમોરબીના રેન્જ આઈજી અશોક યાદવે જણાવ્યું હતું કે આ ઘટના પછી પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને ઘટનાના જવાબદારો સામે કડક પગલા લેવાશે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે, તેમણે તપાસ શરૂ કરી દીધી છે. કસુરવારોને છોડવામાં નહી આવે. સરકારે ગંભીરતાથી પગલા લેવા જણાવ્યું છે. એફઆઈઆરમાં નામ લખાયા નથી, પણ પુછપરછ બાદ કસુરવાર હશે તેના નામ લખાશે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.
38 વર્ષ પહેલા ટિકિટ 15 પૈસા પુલની નિર્માણ થયા બાદ તેની ક્ષમતાનું ચેકિંગ કરવું ખૂબ જ જરૂરીફાયર વિભાગના સૂત્રો માહિતી મુજબ જે પણ નવા પુલની નિર્માણ થયા બાદ શરૂ કરતા પહેલા તેને ક્ષમતાનું ચેકિંગ કરવું ખૂબ જ જરૂરી છે. જેમાં ચેકિંગ દરમિયાન દરેક વસ્તુ ધ્યાનમાં રાખીને ચેક કરવામાં આવતી હોય છે. પર્યટન લાયક જે બ્રિજ હોય છે, તેને લાંબા સમય સુધી ચેકિંગ બાદ જ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. જેને જાનહાનિથી બચાવી શકાય. પરંતુ જે પુલનું નિર્માણ કરતી કંપની અને નગરપાલિકા જે તે શરતો લાગુ નક્કી કરવામાં આવતા હોય છે, જે દરેક નગરપાલિકા કે મહાનગરપાલિકાની અલગ અલગ શરતો હોય છે.
રાજ્યનો R&D ડિપાર્ટમેન્ટ સમગ્ર સ્ટ્રક્ચરને વિવિધ પાસાઓનું ચેકિંગ કરે છે ગુજરાત ઈન્સ્ટીયુટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્સના પ્રમુખ વત્સલ પટેલે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઈપણ સ્ટ્રકચર કે બ્રિજ કે એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ્સ હોય તો તેનું ફિટનેસ સર્ટિફિકેટ્સ લેવું ફરજિયાત હોય છે. તેના માટે જે તે શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા નગરપાલિકા અથવા રાજ્યનો R&D ડિપાર્ટમેન્ટ સમગ્ર સ્ટ્રક્ચરને વિવિધ પાસાઓનું ચેકિંગ કરે છે. ડોક્યુમેન્ટેશન, ટેસ્ટ, નોન ડિસ્ટીકટિવ ટેસ્ટ, મટીરીયલ્સ વિગેરેનું ચેકિંગ થાય છે. ત્યાર પછી જ ફિટનેસ સર્ટિફિક્ટ ઈસ્યૂ થાય છે. લોડ કેપિસિટી તો સ્ટ્રકચર બનવાનું હોય તે પહેલા તેની ડિઝાઈન બને ત્યારે જ લોડ કેપિસિટી નક્કી થઈ જતી હોય છે અને તે લોડ કેપિસિટી પ્રમાણે મીટીરીયલ્સ વપરાયું છે કે નહી તેની ચકાસણી કરાય છે. અને આ ખૂબ જરૂરી છે.
જવાબદાર કોણ?કેબલ બ્રિજની ક્ષમતા 100 લોકોની હતી, તો પછી બ્રિજ પર 400થી 500 લોકો કેવી રીતે આવી ગયા અને બીજુ આંકડા બહાર આવ્યા છે તે મુજબ ચાર દિવસમાં 12,000 લોકોએ બ્રિજની મુલાકાત લીધી છે. આ કેબલ બ્રિજ તૂટયો તેની પાછળ જવાબદાર કોણ? કયા ચૂક રહી ગઈ?
ઓરેવા ગ્રુપે 15 વર્ષ સુધી સંચાલન કરવા કરાર કર્યા હતાબીજી માર્ચ, 2022ના રોજ કેબલ બ્રિજની જવાબદારી ઓરેવા ગ્રુપની અજન્તા મેન્યુફેકચરિંગ પ્રા. લી.ને નગરપાલિકાએ સોંપી હતી. અને ઝુલતો પુલ 15 વર્ષ માટે સંપૂર્ણ મેનેજમેન્ટ કરવા માટે એગ્રીમેન્ટ કર્યો હતો. તે એગ્રીમેન્ટમાં ટિકીટના દર પણ નક્કી કરાયા હતા, તેમજ દર વર્ષે બે રૂપિયાનો વધારો આપવાનું પણ નક્કી થયું હતું. કરારમાં સ્પષ્ટ લખાયું છે કે બ્રિજનો તમામ ખર્ચ કંપનીએ ઉઠાવવો પડશે. જે રીનોવેશન બાદ ફરીથી ખોલવામાં આવશે. મોરબી નગરપાલિકા અને કંપનીએ આ કરારને મંજૂરી આપી છે. બ્રિજની આવક અને ખર્ચ બન્ને કંપની પાસે રહેશે. કરાર પુરો થયા પછી બ્રિજ જે સ્થિતિમાં હશે તે સ્થિતિમાં પાલિકા તેનો સ્વીકાર કરશે.
ઓરેવા ગ્રુપ ઘડિયાળો બનાવવાનું કામ કરે છેઓરેવા કંપની મોરબીમાં ઘડિયાળો અને દિવાલ ઘડિયાળો બનાવવાનું કામ કરે છે. અને આ કંપની એનજીઓના રૂપમાં મોરબીવાસીઓને ફરવા માટેના સ્થળે કેબલ બ્રિજનું સંચાલન નહી નફો નહી નુકસાનના ધોરણે સંચાલન લીધું હતું. આથી જ નગરપાલિકાએ મંજૂરી આપી હતી. જો કે ઓરેવા ગ્રુપને બ્રિજના સંચાલનનો કોઈ અનુભવ ન હતો. જો કે જાણવા મળ્યા મુજબ વર્ષોથી આ બ્રિજનું સંચાલન ઓરેવા ગ્રુપ જ કરતું આવ્યું છે.
38 વર્ષ પહેલા ટિકિટ 15 પૈસાજાણવા મળ્યા મુજબ વર્ષો પહેલા એટલે કે 38 વર્ષ પહેલા ઝુલતા પુલનો પાસ માત્ર 15 પૈસા હતો અને એક મહિનાના 2 રૂપિયા લેવાતા હતા. આજે આ કેબલ બ્રિજ પર જવા માટે રૂપિયા 17 લેવાય છે.
તપાસ માટે પાંચ સભ્યોની કમિટી બનાવીગુજરાત સરકારે મોરબી સસ્પેન્શન બ્રિજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી નિમી દીધી છે. જેમાં (1) રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર (2) કે. એમ. પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ, આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર (3) ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ (૪) સંદીપ વસાવા, સચિવ માર્ગ અને મકાન અને (5) સુભાષ ત્રિવેદી, આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ
કેબલ બ્રિજમાં લોડ કેપેસિટી મહત્વનીઅમદાવાદની એઆઈટી કોલેજના સિવિલ એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટના આસી. પ્રોફેસર કિશનભાઈ પટેલે ETV Bharat ને જણાવ્યું હતું કે મોરબીમાં જે ઘટના બની છે તે કેબલ બ્રિજ હતો. એટલે આવા કેબલ બ્રિજમાં કેબલની કેપેસિટી ખાસ ચેક કરાતી હોય છે. એટલે લોડ કેપેસિટી ચેક કર્યા પછી જ ફિટનેશ સર્ટિફિક્ટ અપાય છે, અને તે કેબલ બ્રિજ પર કેટલું વજન ખમી શકે અને કેટલા લોકોને પ્રવેશ આપવો તે નક્કી થતું હોય છે. દરેક કેબલ બ્રિજમાં લોડ કેપેસિટી ખૂબ જ મહત્વની હોય છે.