અમદાવાદ:મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને પગલે હાઇકોર્ટ દ્વારા સુઓમોટો કરવામાં આવી હતી. તબક્કા વાર ધીમે ધીમે આ અરજીના પગલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અનેક હુકમો કરવામાં આવ્યા હતા. કેબલ બ્રિજ દુર્ઘટના મુદ્દે વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ઓરેવા કંપની દ્વારા અમૃતોના સ્વજનોને જે વળતર ચૂકવવામાં આવ્યું હતું, તે મુદ્દે હાઇકોર્ટને જાણ કરવામાં આવી હતી.
મૃતકોના સ્વજનોને વળતર:ઓરેવા કંપની દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાણ કરવામાં આવી હતી કે, મૃતકોના સ્વજનોને વળતરમાં આપવાની કુલ 7 કરોડ અને 31 લાખ રકમ એટલે કે 50 ટકા જેટલી રકમ ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીને જમા કરાવી દેવામાં આવી છે. બાકીની રકમ 11 એપ્રિલ સુધીમાં જમા કરાવી દેવામાં આવશે, એવી ખાતરી ઓરેવા કંપનીએ કોર્ટ સમક્ષ આપી છે. આ સાથે જ ઓરેવા કંપની દ્વારા કોટ સમક્ષ મહત્વની રજૂઆત કરવામાં આવી હતી કે, આ બ્રીજના સમારકામ લેવા અંગે અમને અમુક વ્યક્તિઓ દ્વારા મનાવવામાં આવ્યા હતા. આ અંગેની એફિડેવિટ સાથેની વિગતો અમે વ્યક્તિઓના નામ સાથે મૂકેલી છે, તો આ બાબતનો કોર્ટમાં ખુલાસો કરવામાં આવે એવી પણ કંપની દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
Bilkis Bano Case: બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોની મુક્તિની અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ