ગુજરાત

gujarat

ETV Bharat / state

Morbi Bridge Collapse: મોરબી બ્રિજ દુર્ઘટના મામલે ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી - SIT - Morbi Bridge Collapse

2022ની 30 ઓક્ટોબરે મોરબીનો ઝુલતો બ્રિજ ધરાશાયી થતાં કુલ 135 વ્યક્તિઓના મોત થયા હતા. આ દુર્ધટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. આજે SITએ હાઇકોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં ઓેરેવા કંપનીને સંપૂર્ણ જવાબદાર ગણ્યા છે. શું છે SITના રિપોર્ટમાં વિગતો..

Morbi Bridge Collapse
Morbi Bridge Collapse

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 1:15 PM IST

Updated : Oct 10, 2023, 2:59 PM IST

અમદાવાદ:મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટમાં SITએ રિપોર્ટ રજૂ કર્યો છે. બ્રિજ ધરાશાયી થવામાં ઓરેવા કંપનીની સંપૂર્ણ બેદરકારી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. SITએ રિપોર્ટમાં જણાવ્યું છે કે આ અકસ્માત નહીં મર્ડર છે, એટલે 302ની કલમ આરોપીઓ સામે લાગવી જોઈએ.

SITએ 5 હજાર પાનાનો રિપોર્ટ રજૂ કર્યો:શરૂઆતમાં ઝુલતા પુલનું સંચાલન કરતી ઓરેવા કંપની અને નગરપાલિકા બેમાંથી કોણ જવાબદાર એ અંગે રાજ્યની વિધાનસભા ચૂંટણી ચર્ચા જામી હતી. ચૂંટણી પહેલા થયેલી દુર્ઘટનાની રાજકીય અસરો ન પડે એ માટે રાજ્ય સરકારે આ દુર્ઘટનાની તપાસ માટે SIT એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમની રચના કરી હતી. આશરે એક વર્ષની સઘન તપાસ બાદ SITએ 10 ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો 5 હજાર પાનાનો રિપોર્ટ રજૂ કર્યો છે.

SITના રિપોર્ટમાં મહત્વની બાબતો:

  • મોરબીની કરૂણ દુર્ઘટનામાં 21 બાળકો સહિત કુલ 135 વ્યક્તિના મોત થયા હતા. મોરબીના ઝુલતા બ્રિજ ધરાશાયી દુર્ઘટનામાં SITએ અનેક મહત્વની બાબતો નોંધી છે. જેમાં બ્રિજનું સંચાલનથી લઇને સમારકામ કરવાની પ્રક્રિયા શું હતી. આ પ્રક્રિયા માટે કોણ જવાબદાર હતું. કોનાથી ચૂક થઈ છે. આ તમામ બાબતોને ચકાસીને પોતાનો 5 હજાર પાનાનો રિપોર્ટ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કર્યો છે.
  • SITએ રિપોર્ટમાં નોંધ્યું છે કે, ઝૂલતા બ્રિજને પુનઃ શરૂ કરવામાં આવ્યો ત્યારે કોઇ પણ પ્રકારનો ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો ન હતો. દુર્ઘટના માટે આ મોટી ચૂક ગણાય.
  • ફરી બ્રિજ શરૂ થયો તેની જાણ મોરબી નગર પાલિકાને તેની જાણ કરાઈ ન હતી.
  • બ્રિજ પર સહેલાણીઓ માટે નક્કી કરેલા દરની ટિકિટના વેચાણ ઉપર કોઈ નિયંત્રણ ન હોવાથી દુર્ઘટના સમયે બ્રિજ પર તેની ક્ષમતા કરતાં વધુ વ્યક્તિઓ હાજર હતા.
  • બ્રિજ પર દુર્ઘટનાના સમયે પૂરતા સુરક્ષા સાધનો અને સુરક્ષાકર્મીઓની સંખ્યા પૂરતી ન હતી. જે કારણો પણ દુર્ઘટના માટે જવાબદાર બન્યા છે.
  • SITએ પોતાના રિપોર્ટમાં ઓરેવાના જયસુખ પટેલ સહિત મેનેજર દિનેશ દવે અને દિપક પારેખને આ દુર્ઘટના માટે જવાબદાર ઠેરવી 302 કલમ લગાવવી જોઇએ એવું કહ્યું છે.

દુર્ઘટના માટે જવાબદાર ઓરેવાના જયસુખ પટેલ કોણ છે ? મોરબી દુર્ઘટના માટે જવાબદાર ઓરેવા કંપનીના જયસુખ પટેલ એ ઓરેવા ગૃપ ઓફ કંપની સાથે સંકળાયેલા છે. ઓરપેટથી જાણીતી કંપની વિશ્વમાં ઘડિયાળ અને ઇલેક્ટ્રોનિક્સ સાધનોના નિર્માણ માટે જાણીતી છે. જયસુખ પટેલના પિતા ઓધવજી પટેલ મોરબી અને સૌરાષ્ટ્ર પંથકના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર રહી ચૂક્યા છે. મહિલા કર્મચારી દ્વારા ચાલતી ઓરપેટ કંપની હાલના એમ.ડી અને દુર્ઘટના માટે SITએ જવાબદાર જાહેર કરેલ જયસુખ પટેલે કચ્છના નાના રણમાં રણ સરોવર પ્રોજેક્ટ થકી કચ્છ અને વાગડ પંથકમાં જળ સંચય માટેના પ્રોજેક્ટ માટે અનેક પ્રયાસો કર્યા હતા, જેની સામે સ્થાનિકો અને અગરીયાઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.

  1. Morbi Bridge Collapse: ઓરેવાના માલિકની મુશ્કેલી વધી, આગોતરા જામીનની વધુ સુનાવણી 1 ફેબ્રુઆરીએ
  2. Morbi bridge Collapse: 1262 પાનાની ચાર્જશીટ રજુ, જયસુખ પટેલનો આરોપી તરીકે નામ ઉમેરાયું
Last Updated : Oct 10, 2023, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details