ગુજરાત

gujarat

ETV Bharat / state

Morbi Bridge Collapse : મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે હાઇકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી દાખલ

ગુજરાત હાઈકોર્ટમાં મોરબી પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલે નિયમિત જામીન માટે અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેમની સંડોવણીને લઈને હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં પટેલના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, મોટા માથાના કહેવા પર પુલનો કોન્ટ્રાક્ટ લીધો હતો.

Morbi Bridge Collapse : મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે હાઇકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી દાખલ
Morbi Bridge Collapse : મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે હાઇકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી દાખલ

By

Published : Jun 19, 2023, 6:42 PM IST

અમદાવાદ :મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલે નિયમિત જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેની કોઈપણ જાતની સંડોવણી નહીં હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે, ત્યારે નવા ખુલાસાઓ થઈ શકે છે.

ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ : ઓરેવા ગ્રુપ સંચાલક અને મોરબી દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલે હવે ટ્રાયલ કોર્ટ અને સેશન કોર્ટમાંથી જામીન અરજી ફગાવવામાં આવતા ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી દાખલ કરી છે. આ અરજીમાં દુર્ઘટનામાં તેમની કોઈ સંડોવણી નહીં હોવાની રજૂઆત અરજીમાં કરવામાં આવી છે. મહત્વનું છે કે, મોરબીની આ દુર્ઘટનામાં બાદ હાઇકોર્ટે સુઓમોટો લઈને આ કેસની સુનાવણી ચાલી રહી છે, ત્યારે જયસુખ પટેલના વકીલ તરફથી સુનાવણી દરમિયાન એવી રજૂઆત કરવામાં આવી હતી કે, કોઈ મોટા માથા કે વ્યક્તિના કહેવા પર તેમણે ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ લીધો હતો. તેની સંચાલનની કામગીરી હાથમાં લીધી હતી, ત્યારે આવા સંજોગોમાં જે હવે જયસુખ પટેલ દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી છે.

અત્યાર સુધી 10 લોકોની ધરપકડ : આ સાથે જ મૃતકોના પરિવારજનો તરફથી પણ આ બાબતે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી શકે છે, ત્યારે હવે જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી દરમિયાન શું શું રજૂઆતો થશે તેમજ શું નવા ખુલાસાઓ થઈ શકે છે તે જાણવું ખૂબ જ મહત્વનું બની શકે છે. ઉલ્લેખનીય છે કે, મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના કેસમાં 135 જેટલા લોકોના જીવ ગયા હતા. આ દુર્ઘટનામાં હાઇકોર્ટ સુઓમોટો કરી હતી અને ત્યારબાદ આ કેસની તબક્કાવાર સુનાવણી ચાલી રહી છે. આ કેસના લગભગ અંદાજે 10 જેટલા લોકોને ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જયસુખ પટેલને મળશે જામીન : આ કેસમાં અત્યાર સુધીમાં હાઇકોર્ટ અત્યાર સુધીમાં છ જેટલા આરોપીઓને જામીન આપી ચૂકી છે. ગુજરાત હાઇકોર્ટે અત્યાર સુધીમાં પુલ પરના બે ક્લાર્ક તેમજ ચાર સિક્યુરિટી ગાર્ડને જામીન આપી ચૂકી છે, ત્યારે હવે શું જયસુખ પટેલને પણ જામીન મળશે કે નહીં તે જાણવું રસપ્રદ બની રહેશે.

  1. Morbi Bridge Tragedy: મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં બે આરોપીઓને હાઇકોર્ટે આપ્યા જામીન
  2. Gandhinagar News : મોરબી ઘટના બાદ સરકારે 35,700 બ્રિજ તપાસ્યા, 12 બ્રિજ બંધ કરવામાં આવ્યા
  3. Morbi Bridge Collapse : મૃતકોના પરિજનોને 10 લાખના વળતરથી અસંતોષ, તેમને શું જોઇએ છે જાણો

ABOUT THE AUTHOR

...view details