ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો, જામીન આપવાનો ઈન્કાર - bail denied

જયસુખ પટેલને હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. જયસુખ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. તેને ફગાવી દેવાઇ છે. જયસુખ પટેલને હજુ વધુ જેલમાં રહેવું પડશે. મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં હાઇકોર્ટે જામીન અરજી ફગાવી હતી.

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો, જામીન આપવાનો ઈન્કાર
મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો, જામીન આપવાનો ઈન્કાર

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 11:39 AM IST

Updated : Dec 19, 2023, 4:28 PM IST

પીડિત પક્ષના વકીલનું નિવેદન

અમદાવાદ : જયસુખ પટેલને હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. જયસુખ પટેલએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જયસુખ પટેલને હજુ વધુ જેલમાં રહેવું પડશે. મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં HCએ જામીન અરજી ફગાવી દીધી હતી.

પહેલાં ચુકાદો અનામત રાખ્યો હતો : ગત વર્ષે ઓક્ટોબરમાં બનેલી મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની ઘટનાને લઇને ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી યોજાઇ હતી. ગુજરાત હાઇકોર્ટમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. હાઈકોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. સરકાર પક્ષે પણ જવાબ રજૂ કરાયો હતો.

સરકારે જયસુખ પટેલની તરફદારી કરેલી :કોર્ટમાં સરકારે જયસુખ પટેલની તરફદારી કરતાં દલીલ કરી હતી કે, એફએસએલ રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે બ્રિજ ઘણા કારણોને લઇને નબળાઈ ધરાવતો જ હતો. નીચલી અદાલતમાં ચાર્જ ફ્રેમ કરવાની પ્રક્રિયા પણ હજુ બાકી છે. વળી ઘણા બધા સાક્ષીઓ હોવાથી હજુ ટ્રાયલને વધુ સમય લાગી શકે છે જે નિયત સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકે તેમ નથી. જયસુખ પટેલ એક ઉદ્યોગપતિ છે અને તેમના જેલમાં રહેવાથી ઉદ્યોગને નુકસાન થઈ શકે છે. તેઓ ટ્રાયલ દરિમયાન ફરાર થાય તેવા આરોપી નથી . આ પ્રકારની દલીલો સરકારી વકીલે કરી હતી જેમાં જયસુખ પટેલને જામીન આપવામાં આવે તો તેની સામે સરકારને વાંધો ન હોવાનું ફલિત થતું હતું.

જયસુખ પટેલના વકીલ નિરુપમ નાણાવટીની દલીલો : મોરબીનો ઝૂલતો પુલ તૂટવાના મામલાના આરોપી જયસુખ પટેલ તરફથી સિનિયર એડવોકેટ નિરુપમ નાણાવટીએ રજૂઆત કરતાં હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે આ કેસમાં અન્ય છ સહઆરોપીઓ ત્રણ સિક્યુરિટી ગાર્ડ, બે ટિકિટિંગ ક્લાર્ક અને ઓરેવા ગ્રુપના મેનેજરને જામીન મળી ચૂક્યા છે. અન્ય આરોપોની સાથે કુલ 10 લોકો પર સદોષ માનવવધનો ગુનો દાખલ કરાયો છે.

ખબર ન હતી કે મોટી સંખ્યામાં લોકો જશે : નાણાવટીએ વધુમાં રજૂઆત કરી હતી કે, ત્યાં બેદરકારી હોઈ શકે છે, જે ગુનાહિત બેદરકારી હોઈ શકે છે અને તે ગુનો હોઈ શકે છે, પરંતુ આ ઘટનામાં કોઈનું મૃત્યુ નિપજાવવાનો કોઇ ઇરાદો નથી. જયસુખ પટેલે દિવાળીની રજાઓને કારણે પુલ પર જામેલી ભીડ સામેની બેદરકારી જવાબદાર ગણાવી હતી, જેના કારણે પુલ તૂટી પડ્યો હતો. જો સમારકામમાં ખામી હોત તો કંઈક કરી શકાયું હોત, થોડી વધુ સાવચેતી રાખવામાં આવી શકી હોત પરંતુ એવી ખબર ન હતી કે આટલી મોટી સંખ્યામાં લોકો જશે અને પુલ તૂટી પડશે.

નફો નથી કરાયો : બ્રિજ પર ફરવા આવતા લોકોને વેચાયેલી ટિકીટોના વેચાણમાંથી કંપની અને જયસુખ પટેલને નફો થયો હોવાના આક્ષેપોને નકારી કાઢતાં જયસુખ પટેલ તરફથી સિનિયર એડવોકેટ નિરુપમ નાણાવટીએ એવી રજૂઆત કરી હતી કે રૂ.15ની કિંમતની 100 ટિકિટોના વેચાણનો પણ કોઈ અર્થ નથી અને કંપનીએ માત્ર જિલ્લા કલેક્ટર કચેરીના આગ્રહને કારણે જ પુલની જાળવણીનું કામ સ્વીકાર્યું હતું.

આ હતી પીડિતોના વકીલની દલીલો :સામે પક્ષે મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોના પરિવારો તરફથી જયસુખ પટેલની જામીન અરજી સંદર્ભે વિરોધ કરવામાં આવ્યો હતો. આ જામીન અરજીનો વિરોધ કરતા ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન હેઠળ મૃત્યુ પામેલા અનેક પીડિતો વતી દલીલો કરતા એડવોકેટ રાહુલ શર્માએ રજૂઆત કરી હતી કે આ કૃત્ય સાદી બેદરકારી નહીં પણ ઘોર બેદરકારીનો કેસ છે. આરોપીને જો જામીન પર મુક્ત કરવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરે કે સાક્ષીઓને ધમકાવે તેવી પણ શકયતા છે.

  1. મોરબી પૂલ દુર્ઘટના કેસની સુનાવણી બાદ ગુજરાત હાઈ કોર્ટે જયસુખ પટેલની જામીનનો ચુકાદો રીઝર્વ રાખ્યો
  2. Morbi Bridge Accident: મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાની પ્રથમ વરસી, 30મી ઓક્ટોબરને ક્યારેય મોરબી ભૂલી નહીં શકે
Last Updated : Dec 19, 2023, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details