ગુજરાત

gujarat

ETV Bharat / state

Monsoon 2022: ગુજરાતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો, વીજળી પડવાથી 5 લોકોનાં મૃત્યુ

ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન(Five days rain forecast in Gujarat) થઈ ગયું છે. ગુજરાતના 22 જિલ્લાઓમાં નોધપાત્ર વરસાદ પડ્યો છે. જોકે આજનો વરસાદ( Monsoon 2022 )કેટલાક વિસ્તારોમાં આફત બનીને આવ્યો હતો. રાજ્યામાં વીજળી પડવાથી જુદા જુદા જિલ્લામાં 5 લોકોના મોત થયા છે.

Monsoon 2022: ગુજરાતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો, વીજળી પડવાથી 5 લોકોનાં મૃત્યુ
Monsoon 2022: ગુજરાતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો, વીજળી પડવાથી 5 લોકોનાં મૃત્યુ

By

Published : Jun 13, 2022, 10:26 PM IST

અમદાવાદઃગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન(Five days rain forecast in Gujarat) થઈ ગયું છે. રવિવારે સાંજે અમદાવાદ સહિત રાજ્યમાં તમામ જિલ્લાના તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના હવામાન વિભાગ (Gujarat Meteorological Department )દ્વારા સૌરાષ્ટ્ર સહિતના 27 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ (Monsoon 2022 )પડવાની આગાહી કરવામાં આવી છે.

વરસાદ

વીજળી પડવાથી 5 લોકોના મોત -ગુજરાતના 22 જિલ્લાઓમાં નોધપાત્ર વરસાદ (Monsoon 2022)પડ્યો છે. જોકે આજનો વરસાદ કેટલાક વિસ્તારોમાં આફત બનીને આવ્યો હતો. રાજ્યામાં વીજળી પડવાથી જુદા જુદા જિલ્લામાં 5 લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અમદાવાદમાં આખરે રવિવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી (Heavy Rain in Ahmedabad) કરી હતી. તેના કારણે લોકોને ઉકળાટમાંથી રાહત મળી હતી. આ સાથે જ અમદાવાદીઓની આતુરતાનો અંત આવ્યો હતો.

વરસાદ

વીજળી પડવાથી મોતની આ બીજી ઘટના -રાજ્યમાં ધોધમાર વરસાદ પાટણમાં વીજળી પડવાથી કિશોરનું મોત થયું છે. પાટણના હાંસાપુર ગામમાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. ખેતરમાં કરતા સમયે વીજળી પડતા 16 વર્ષની કિશોરનું મોત થયું છે. છેલ્લા 4 દિવસમાં વીજળી પડવાથી મોતની આ બીજી ઘટના બની છે.

વરસાદ

નગરપાલિકાના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખોલી -પાટણમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો હતો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થતા બફારા અને ગરમીથી લોકોને મહદ અંશે રાહત મળી છે. વરસાદના પાણી માર્ગ ઉપર રેલાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પ્રથમ વરસાદે નગરપાલિકાના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખોલી છે.

વરસાદ

વરસાદી પાણીમાં મગફળી તણાઈ -આ સાથે જામનગરમાં મેઘ પધરામણી જોવા મળી છે. શહેરના વિવિધ વિસ્તાર ટાઉનહોલ, લાલ બગલા સર્કલમાં વરસાદી માહોલ જામ્યો હતો. જામનગરના જામજોધપુરમાં ભારે વરસાદના પગલે 400 ગુણી મગફળી વરસાદી પાણીમાં મગફળી તણાઈ હતી. ખેડૂતોએ પાણીમાં તરતી મગફળી એકઠી કરવા મથામણ કરી છે, વરસાદની આગાહી હોવા છતાં યાર્ડ દ્વારા સતર્કતા ન રાખવામાં આવી નથી.

વરસાદ

આ પણ વાંચોઃMonsoon 2022 : પાટણમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

વરસાદી માહોલ સર્જાયો -ખેડાના કપડવંજમાં વરસાદી માહોલ સર્જાયો હતો. કપડવંજમાં વાતાવરણ અચાનક પલટો આવ્યો હતો. ઘેઘુર વાતાવરણ વચ્ચે મેઘરાજાએ કપડવંજ સહીત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે એન્ટ્રી મારી છે. ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વરસાદ પડતા કપડવંજ સહીત ગ્રામ્યવિસ્તારોમાં થોડો સમય ઠંડકનો અહેસાસ થયો છે.

વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી -સાબરકાંઠાના હિંમતનગર ગાંભોઈ સહિતના વિસ્તારોમાં મેઘ મહેર થઈ છે. વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થતા હરખની હેલી જોવા મળી હતી. સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ભરાયા હતા તેમજ બાજરી, ગવાર સહિતના પાકોમાં નુકસાનની સંભાવના દેખાઈ હતી, સાથે હિંમતનગર વિસ્તારમાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આ પણ વાંચોઃMonsoon 2022: ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી, જાણો 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

દ્વારકામાં ધીમીધારે વરસાદે હાજરી પુરાવી -દ્વારકા જિલ્લામાં બે તાલુકામાં વરસાદનું આગમન થયું છે. દ્વારકા તાલુકાના મીઠાપુર, ભીમરાના, પાડલી, શિવરાજપુર બીચ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેમજ ખંભાળિયા તાલુકા તેમજ ખંભાળિયા શહેર, સલાયા બંદર, હરીપર કબર વિસોત્રી, ભાતેલ સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદે હાજરી પુરાવી છે.

વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશી -સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના ભરાડા ગામે વીજળી પડતા એકનું મોત તેમજ બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃત્યુ થયેલ વ્યક્તિને પોસ્ટ મોટમ માટે ધાગંધ્રા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો છે. બન્ને ઇજાગ્રસ્તોને ધાંગધ્રાની શ્રીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા ખસેડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર વઢવાણ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ આવતા લોકોએ ઠંડક અનુભવી છે. વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

ABOUT THE AUTHOR

...view details