અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તાના પત્ની નીલુ ગુપ્તાના આગોતરા જામીન હાઈકોર્ટે ફગાવી દીધાં છે. નીલુ ગુપ્તાની આગોતરા જામીન અરજી ફગાવતાં હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે અરજદાર નીલુ ગુપ્તા તેમના પતિ સંજય ગુપ્તા કે જેમની સામે FIR નોંધવામાં આવેલી છે તેમણે કરોડો રૂપિયા તેમની પત્ની જે કંપનીમાં ડિરેક્ટર હતાં તેમાં ટ્રાન્સફર કર્યા હોવાના આક્ષેપ સાથે CID ક્રાઈમ દ્વારા સ્પલીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
મની લોન્ડરિંગ કેસ : હાઈકોર્ટે પૂર્વ IAS અધિકારીના પત્ની નીલુ ગુપ્તાના આગોતરા જામીન ફગાવ્યાં - ગુજરાત હાઈકોર્ટ
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તાના પત્ની નીલુ ગુપ્તાના આગોતરા જામીન હાઈકોર્ટે ફગાવી દીધાં હોવાની વિગતો સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે નિવેદન નોંધવા માટે નીલુ ગુપ્તાને ત્રણવાર સમન્સ પાઠવ્યું હોવા છતાં હાજર ન થતાં અને ધરપકડ ટાળવા હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.
સપ્લિમેન્ટરી ચાર્જશીટ કે ચાર્જશીટમાં પણ અરજદાર નીલુ ગુપ્તાને આરોપી તરીકે બતાવવામાં આવ્યાં નથી. નીલુ ગુપ્તાની કંપનીઓમાં તેમના પતિ સંજય ગુપ્તા દ્વારા જે નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં ત્યારબાદ તેમણે ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું હતું અને આ કેસની તપાસ માટે નિવેદન નોંધવવા એન્ફોરર્મેન્ટ ડિરેક્ટરે નીલુ ગુપ્તાને ત્રણવાર સમન્સ પાઠવ્યું હતું.
ત્રણેયવાર પાઠવવામાં આવેલા સમન્સની અવગણના કરતાં તપાસ અધિકારીએ નીલુ ગ્રુપ ઓફ કંપની સાથે સંકળાયેલી 36.12 કરોડ રૂપિાની સંપતિ ટાંચમાં લીધી હતી અને ત્યારબાદ ધરપકડની શક્યતાને પગલે નીલુ ગુપ્તાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી દાખલ કરી હતી જે ફગાવી દેવાતાં આગોતરા જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.