- સરસંઘચાલક મોહન ભાગવત અમદાવાદની મુલાકાતે
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિવિધ સમવિચારી સંગઠનોની બેઠકમાં રહેશે ઉપસ્થિત
- કર્ણાવતી ડેન્ટલ કોલેજ ઉવારસદ ખાતે 5 જાન્યુઆરી થી 7 જાન્યુઆરી સુધી ચાલશે બેઠક
અમદાવાદઃ વર્ષમાં 2 વાર રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાય છે. 2021ની પહેલી બેઠકનું આયોજન ગાંધીનગર ખાતે થવાનું છે. ત્યારે બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવત સહિત સરકાર્યવાહક ભૈયાજી જોશી ઉપસ્થિત રહેશે. જે અનુક્રમે આજે RSS ચીફ મોહન ભાગવત અમદાવાદ આવી પહોંચ્યા હતા.
આ બેઠકમાં ભાગ લેશે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ
ત્રણ દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠકમાં RSS, BJP, ABVP, VHP જેવી ભગિની સંસ્થાઓના વડાઓ હાજર રહેશે. જે અનુસંધાને આજે મોહન ભાગવત અમદાવાદ એટપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આ બેઠકમાં ભાગ લેવા 4 જાન્યુઆરીના રોજ અમદાવાદ પહોંચશે.