જ્યારે મોદી સરકાર શપથગ્રહણ કરશે તે બાદ 100 દિવસના એજન્ડા પર રિયલ્ટી સેક્ટર ટોપ પર હશે. રિયલ્ટી સેક્ટર માટે નવી ગાઈડલાઈન્સ પણ જાહેર થવાની શક્યતા છે. જેમાં રિયલ્ટી એસ્ટેટ પ્રોજેક્ટસમાં ઝડપ લાવવા માટે ફોક્સ વધારવામાં આવશે. સરકાર દ્વારા ઈન્ડ્રસ્ટ્રીઝ બોડી પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. તેના પર ઈન્ડ્રસ્ટ્રીઝની સાથે નાણા મંત્રાલય બેઠક કરશે અને વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ રિયલ્ટી સેક્ટરમાં તેજી લાવવા માટે પગલા લેવામાં આવશે.
મોદી સરકાર રિયલ્ટી સેકટરમાં નવા પ્રાણ ફૂંકવાની તૈયારીમાં - revive
નવી દિલ્હી: સરકાર હવે રીયલ્ટી સેક્ટરમાં નવા પ્રાણ ફૂંકવાની તૈયારીઓ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રીયલ્ટી ઈન્ડસ્ટ્રીઝને રાહત આપવા માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ પર ઝડપથી નિર્ણય કરવામાં આવશે. આ સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા પડતર ખર્ચ ઘટાડવા માટેનું અતિ મહત્વનું લક્ષ્ય છે. સાથે તેમાં રોકાણ વધે તે અર્થે મહત્વના નિર્ણયો પણ લેવામાં આવશે.
હવે મોદી સરકાર રિયલ્ટી સેક્ટરમાં નવા પ્રાણ ફૂંકવાની તૈયારીમાં...
આ ઉપરાંત સરકાર રિયલ્ટી સેક્ટરમાં વધુ રોકાણ આવે તેવા માટે તમામ પ્રયત્નો કરશે. તેમજ રિયલ્ટી સેક્ટરમાં જરૂરી હશે ત્યાં છૂટછાટ પણ આપવામાં આવશે. બેંક અને NBFCમાંથી ફંડિંગ મળી રહે તેના પર ફોકસ કરવામાં આવશે.
Last Updated : May 27, 2019, 7:38 PM IST