- વિશ્વ દિવ્યાંગ દિવસે દિવ્યાંગોને ભેટ
- દિવ્યાંગોને મોબાઈલ, ટ્રાઇસિકલ અને રાશનકીટ અપાઈ
- 20-30 કંપનીઓએ દિવ્યાંગોને નોકરીની કરી ઓફર
અમદાવાદ : 3 ડિસેમ્બરે 'વિશ્વ દિવ્યાંગ દિવસ'તરીકે ઉજવવામાં આવે છે. અમદાવાદમાં છેલ્લાં છ દાયકાથી અંધજન મંડળ નેત્રહીન ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ કાર્ય કરે છે. લોકડાઉનના સમયમાં અંધજન મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાં દિવ્યાંગોને રાશન કિટની સહાય પહોંચાડવામાં આવી હતી.
દિવ્યાંગો માટે યોજાયો ઓનલાઈન જોબ ફેર
વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે અંધજન મંડળ દ્વારા દિવ્યાંગ લોકોને નવી ટ્રાઇસિકલ, રાશન કીટ અને મોબાઈલ આપવામાં આવ્યા હતા. દિવ્યાંગ વિદ્યાર્થીઓને ભણવામાં સહાયક રહે તે માટે 15 જેટલા મોબાઈલનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનું લક્ષ્ય 300 મોબાઈલ વિતારણનું છે. બીજી તરફ કોર્પોરેટ કંપનીઓએ પણ સામાજિક જવાબદારી અંતર્ગત દિવ્યાંગોને જોબ ઓફર કરી હતી. આ જોબ ફેરમાં 30 જેટલી કંપનીઓએ જોબ માટે 300 જેટલા દિવ્યાંગોને લઈને ઓનલાઈન જોબફેર યોજ્યો હતો. જેમાં છેલ્લી માહિતી પ્રમાણે 22 દિવ્યાંગોને નોકરી મળી હતી.
વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે દિવ્યાંગોને મોબાઈલ, ટ્રાઈસિકલ અને રાશનકીટ અપાઈ અંધજન મંડળનો ધ્યેય દિવ્યાંગોને પગભર કરવાનોદિવ્યાંગોને આજે 15 જેટલી ટ્રાઇસિકલ આપવામાં આવી હતી. જે અહીંયા જ બનાવવામાં આવે છે અને દિવ્યાંગોને રોજગારી પ્રાપ્ત થાય છે. અંધજન મંડળ સતત દિવ્યાંગો અને કંપનીઓની માંગ વચ્ચે માધ્યમ બનીને તેમને રોજગારી ઉપલબ્ધ કરાવે છે.અંધજન મંડળ દ્વારા 25,000 રાશન કીટનું વિતરણઅંધજન મંડળ દ્વારા લોકડાઉનથી લઈને અત્યાર સુધીમાં 25,000 રાશન કીટનું વિતરણ કરાયુ છે, જેનું લક્ષ્ય 30,000 રાશન કિટના વિતરણનું છે.