- અમદાવાદ શહેરમાં ભાજપના ધારાસભ્યની પોલીસ સાથેની દાદાગીરી
- પ્રદીપ પરમારે સ્થાનિક લોકોને કહ્યું - પોલીસને મારો આને, આગળ જે થશે એ માટે હું બેઠો છું
- સરકારમાં બેઠેલા ધારાસભ્ય જ કરી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાનો ભંગ
અમદાવાદ : શહેરમાં આવેલી અસારવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમારની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. ધારાસભ્ય પ્રદિપ પરમાર શાહીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઇંગ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને પોલીસકર્મી સાથે બોલાચાલી કરી અને પોલીસકર્મીને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી.
ધારાસભ્યે ખુલ્લી ધમકી આપતા ASIને કહ્યું કે, હાથ શું બધું પકડીશ...
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં F ડિવિઝન ટ્રાફિકના પોલીસકર્મીઓ દ્વારા રોડ પર બેફામ પાર્ક કરાયેલા અને નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને ટોઇંગ ક્રેન ટો કરવામાં આવી રહ્યા હતા. ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમાર ત્યાંથી પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા. પ્રદિપ પરમાપ આ જોઈને ઊભા રહ્યા અને ટોઈંગ ક્રેનના ઇન્ચાર્જ ઉદેસિંહ પટેલને નીચે બોલાવ્યા હતા. જે બાદ પોતે ધારાસભ્ય હોવાનો રૌફ ઝાડવા લાગ્યા હતા. ગુજરાત પોલીસ અને અમદાવાદ શહેરની પોલીસ એક તરફ કાયદો અને સુરક્ષાનું સતત ધ્યાન રાખી રહી હોય ત્યારે ભાજપના જ ધારાસભ્યનું આ પ્રકારનું વર્તન સરકાર માટે શરમજનક હતું. વાત અહિંયા અટકી ન હતી.
- ધારાસભ્ય પ્રદિપ પરમારે ASI ઉદેસિંહ પટેલનો હાથ ખેંચીને કહ્યું - ઊભા રહો અહીં
- ASIએ કહ્યું - હાથ ના પકડો
- ધારાસભ્ય પ્રદિપ પરમારે કહ્યું - હાથ શું બધું પકડીશ
- જે બાદ ધારાસભ્ય પ્રદિપ પરમારે પોતાની સાથે રહેલા વ્યક્તિને ASIનો ફોટો પાડવા માટે જણાવ્યું હતું.
- ભાજપના ધારાસભ્યએ ASIને ધમકી આપતા કહ્યું - હું કહું એટલે ઉભું રહેવાનું, નહીંતર સસ્પેન્ડ થઈ જશો, 2 જ મિનિટમાં. તમે ઓળખો છો મને?
ક્યા ખોવાઇ જશો કોઇને ખબર પણ નહીં પડે - ધારાસભ્ય પ્રદીપ પરમાર