ગુજરાત

gujarat

ETV Bharat / state

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવ્યા હતા - ગુજરાત કોંગ્રેસ

ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ચુક્યુ છે. બે દિવસ પહેલા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેથી તેમની સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ તેમના સંપર્કમાં આવ્યા હતાં. જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે ધારાસભ્ય શૈલેષ પરમાનો રિપોર્ટ હજુ આવ્યો નથી.

ો
અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

By

Published : Apr 16, 2020, 9:07 PM IST

અમદાવાદઃ AMC કમિશનર વિજય નેહરાએ વધુમાં જણાવ્યું હતુ કે, ધારાસભ્ય અને કોર્પોરેટર ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની સ્થિતિ સ્થિર છે. તેમના સંપર્કમાં આવેલા ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખનો કોરોના રિપોર્ટ પણ હાલ નેગેટિવ આવ્યો છે. દાણી લિમડાનાં શૈલેષ પરમારનો હજુ સુધી રિપોર્ટ આવ્યા નથી. ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા 10 બીજા લોકોના કેસ પોઝિટિવ નોંધાયા છે. જો કે ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા તમામ લોકોને હાલ તો હોમ કોરોન્ટાઈન રહેવાની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ
સામન્ય રીતે કોરોના વાઇરસના લક્ષણો 5 થી 14 દિવસ દરમિયાન જોવા મળતા હોય છે. જેથી હાલ તો ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ ભલે નેગેટિવ આવ્યો પરંતુ તેમને હજી તો 14 દિવસ સુધી હોમ કોરોન્ટાઈન રહેવું પડશે. આ સાથે 5 થી 14 દિવસ બાદ અન્ય રિપોર્ટ કરાવવો પડશે ત્યારબાદ ખબર કંઈ ચોક્કસ કહી શકાશે.

ABOUT THE AUTHOR

...view details