ગુજરાત

gujarat

ધારાસભ્ય ભાયાણીના રાજીનામાને લઈને લોકો લઇ રહ્યા છે મજા, આમ આદમી પાર્ટીએ પણ શેર કર્યા મીમ્સ...

By ETV Bharat Gujarati Team

Published : Dec 13, 2023, 7:06 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો લઈને આવેલી આમ આદમી પાર્ટીમાંથી આજે એક પાંડવ ઓછો થઈ ગયો છે. જો કે જ્યારથી આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી ત્યારની આ તારલાઓ ક્યારે ખરે તેની રાહ જોવાઈ રહી હતી. અને આ મુહૂર્તનો દિવસ આવી ગયો....

મીમ્સની મોજ
મીમ્સની મોજ

વિસાવદરમાં ભાજપમાંથી આપની સાથે ચાલી નીકળેલા ભૂપત ભાયાણીએ ચૂંટણી જીતી અને એક વર્ષ પછી લાગ્યું કે અરે... હું તો ખોટી જગ્યાએ આવી ગયો, દેશસેવા માટે આ યોગ્ય પ્લેટફોર્મ નથી ! ખરેખર ! (ધાર્યું ધણીનું થાય)

હજી થોડા દિવસ પહેલા ગોપાલભાઈ મસ્ત મજા સાથે કુદરત સાથે ગોષ્ઠી કરી રહ્યા હતા અને એમાં ક્યાંક બીજે ગોષ્ઠી કરવાનું રહી ગયું...! ગોપાલ ઈટાલિયાએ ભાયાણીની સરખામણી લલ્લુ-પંજુ સાથે કરી અને ગદ્દારનો તાજ પહેરાવી દીધો..

હવે આમ આદમી પાર્ટીને એવું લાગે છે ભૂપત ભાયાણીએ ભાજપના વોશિંગ મશીનમાં પાપ ધોઈને પગલાં પાડવાં જોઈએ. જુઓ આમ આદમી પાર્ટીએ શેર કરેલો વીડિયો...

રસપ્રદ વાત એ છે કે આ વીડિયો શેર કર્યા પછી એક યુઝરે તો એવી કમેન્ટ કરી કે (આખિર કહેના ક્યા ચાહતે હો), ગોપાલભાઈ આ ટ્વિટ લખવા વાળાને પગાર ચુકવતા જાવ નકર લઈ ડુબશે 😁😁😢😂

આપ પાર્ટીને પાપ પાર્ટી જાહેર કરી દીધી.

બીજા યુઝરે કમેન્ટ કરી કે,

ચૂંટણી વખતે તો તમે એમ કહેતા હતા કે "કોંગ્રેસ ને મત ના આપતા એ પછી વેચાઈ જશે, અમને મત આપજો અમારો માલ વહેચાઈ તેમ નથી"

શું થયું હવે ????? ( માલ કેટલામાં વેચાયો....)

હજી ગોપાલ ઈટાલિયા પુસ્તકને લઈને ચર્ચાઓ કરી રહ્યા હતા, જેમાં એક યુઝરે કમેન્ટ કરી કે "ચાર બચ ગયે, લેકિન પાર્ટી અભી બાકી હૈ"

અરે યુઝર તો ગોપાલભાઈને શોધી રહ્યા છે કે

ભાઈ કયા છો તમે...?

જલ્દી આવી જાવ..

તમારે જ તાળુ મારવાનુ છે હવે...

આખરે 28 ઓક્ટોબરે ગોપાલ ઈટાલિયાએ એક ટ્વીટ કરેલું કે સાચા જોડકા જોડો... લાગે છે ભૂપત ભાયાણીએ દિલ પર લઈ લીધું...

આમ આદમી પાર્ટી ગુજરાતના ટ્વીટર હેન્ડલ પર એક અન્ય વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. વાત એમ છે કે થોડા દિવસ પહેલા ભુપત ભાયાણી જાણતા વચ્ચે જઈને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરે છે. જોકે તેમને આ સ્ટંટ ભારે પડે છે અને ત્યાં પ્રજા તેમનો હુરિયો બોલાવે છે. ઉલ્લેખનીય છે કે પાર્ટીના ઓફિસિયલ હેન્ડલ પરથી આ વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details