ગુજરાત

gujarat

ETV Bharat / state

એમ.જે.લાયબ્રેરીનું ગ્રંથપાલ દ્વારા 15.88 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ - Ahmedabad News

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમ.જે.લાયબ્રેરીનું વર્ષ 2020-21 ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં એમ.જે. લાઈબ્રેરીના બજેટમાં ગત વર્ષ કરતા 4 કરોડનો વધારો કરી 15.88 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું છે. એમ.જે. લાઈબ્રેરીને સ્માર્ટ લાઈબ્રેરી તરીકે વિકસાવવામાં આવી છે. ત્યારે ગ્રંથપાલ દ્વારા વર્ષ 2020-21 માટેનું 15.88 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

ahemdabad
એમ.જે.લાયબ્રેરીનું ગ્રંથપાલ દ્વારા 15.88 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ..

By

Published : Jan 13, 2020, 6:28 PM IST

જેના માટે લાઈબ્રેરી તેમજ તેની સંલગ્ન શાખા અને ફરતી લાઈબ્રેરીમાં વાંચન સાહિત્ય માટે 53.23 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. રચનાત્મક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે રૂપિયા 67.50 લાખ, લાઈબ્રેરીઓની સુરક્ષા અને સલામતી માટે CCTV કેમેરા સહિત રૂપિયા 38 લાખની જોગવાઈ કરી છે.

આ ઉપરાંત સ્માર્ટ લાઈબ્રેરીના ભાગરૂપે કિઓસ્ક મશીન, વાઈફાઈ સુવિધા અને વેબ પોર્ટલ, વેબ ઓપેક અને પુસ્તકો ડિજીટાઈઝેશન સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ પ્રજ્ઞાચક્ષુઓ માટે ઉપલબ્ધ સાહિત્ય હવે ઓનલાઈન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે કોમ્પ્યુટર લેબની સુવિધા પુરી પાડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details