અમદાવાદઃ શહેરની કોવિડ હોસ્પિટલમાં ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલમાંથી મૃતક મહિલાના દાગીના, મોબાઈલ ફોન અને અન્ય ચીજવસ્તુઓ ગુમ થઈ હોવાની વિગતો સામે આવી છે. આ મુદ્દે મૃતક મહિલાના પતિ દ્વારા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
અમદાવાદ કોવિડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 54 વર્ષીય મહિલાનું મૃત્યુ થતા તેમણે પહેરેલા ચેન, નાકની બુટી, મોબાઈલ, ચાર્જર વગેરેની વસ્તુઓ ગુમ થતા મહિલાના પતિ દ્વારા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.