અમદાવાદઃકાલુપુર સ્વામિનારાયણ મંદિર એટલે (Kalupur Swaminarayan Temple) વિવાદોનું ઘર જ્યારે અગાઉ અનેક પ્રકારના વિવાદો સામે આવ્યા બાદ હવે ફરી એક વિવાદ સામે આવ્યો છે. અહીં નજીકમાં જ મંદિરની આંગન નામની સંસ્થા આવેલી છે. આ સંસ્થામાં રાખવામાં આવેલ સાત વર્ષીય સાહિલ ગુમ થયો હતો. જેને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી (Missing child from Swaminarayan temple) તપાસ શરૂ કરી હતી. પોલીસને CCTV ફૂટેજ મળતા સાહિલ મંદિરમાંથી ભાગીને જતો જોવા મળ્યો અને બાદમાં ફૂટેજ જોતા જોતા રિલીફ રોડ સુધી એકલો જતા જોવા મળ્યો હતો. જોકે, હજુય સાહિલનો પત્તો ન લાગતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃHindu Muslim Unity in Junagadh: જૂનાગઢમાં મુસ્લિમ યુવકે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, કઈ રીતે જૂઓ
સાહિલને આ સંસ્થામાં મોકલી આપ્યો -સ્વામિનારાયણ મંદિરના કેશિયર ઈશ્વર પટેલએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સાત વર્ષનો સાહિલ નામનો બાળક ઘરેથી નીકળ્યો હતો. જેના માતા નુરીબહેન અને પિતા નાસિરભાઈ સરખેજ બસ સ્ટેન્ડ પાસે રહેતા હોવાનું તેણે જણાવ્યું હતું. બાદમાં વાસણા પોલીસને મળી આવતા તેને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ 25 મેના રોજ સાહિલને આ સંસ્થામાં મોકલી આપ્યો હતો.
પોલીસે અપહરણની શંકા દાખવી -અહીં રાખવામાં આવેલા બાળકોને કાંકરિયા ફરવા પણ લઈ જવાયા હતા. પણ બાદમાં રાત્રે મંદિરમાં જમવા લઈ જવાયા બાદ બધા બાળકોને જ્યારે પરત લવાયા ત્યારે આ સાત વર્ષનો બાળક મળ્યો નહોતો. જેથી તેની શોધખોળ હાથ ધરાઈ પણ ન મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અપહરણની શંકા દાખવી ફૂટેજ જોતા બાળક એકલું જ નીકળે છે અને દોડતા દોડતા મંદિરમાંથી નીકળી ભાગી ગયુ હોય તેમ જણાતા અપહરણની થિયરીને પોલીસે નકારી કાઢી છે. જોકે ગુમ થનાર સાહિલ તોફાની હતું અને અન્ય બાળકો સાથે મારામારી પણ કરતો અને મણિનગર તેના ચાચા રહેતા હોવાનું કહી ત્યાં જવાનું પણ કહેતો હોવાનું અહીં કામ કરતા લોકો કહી રહ્યા છે.
આ પણ વાંચોઃમોટરસાયકલ પર આંટો મરાવવાનું કહી બાળક ઉઠાવી ગયો, કીડનેપર પકડવા 35 જેટલી ટીમ બનાવી
પોલીસ કેટલા સમયમાં બાળક શોધી લેશે -જ્યારે બાળકમાં ખામી હતી કે સંસ્થાની ખામી કે સંસ્થાના અન્ય કારણો કે ત્યાંના બંધનથી ત્રાસી બાળક ગુમ થઈ ગયો તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતોનો જવાબ તો બાળક મળ્યા બાદ જ પોલીસ કહી શકશે તેમ હાલ લાગી રહ્યું છે. અમદાવાદની શી ટીમ, મિસિંગ સેલ અને સ્થાનિક પોલીસ કેટલા સમયમાં બાળક શોધી બતાવે છે તે જોવાનું રહેશે.