- રાજકોટની યુવતી સાથે 5 ઈસમોએ કર્યું દુષ્કર્મ
- નોકરીની લાલચ આપી આચર્યું દુષ્કર્મ
- પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
અમદાવાદ: દેશભરમાં મહિલા પર થઈ રહેલા દુષ્કર્મના કેસમાં વધારો થઈ રહ્યો છે, થોડા દિવસો અગાઉ જ સરદારનગર વિસ્તારમાં મહિલા સાથે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી, ત્યારે હવે બીજો એક સામૂહિક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે.
યુવતી હતી નોકરીની તલાશમાં
રાજકોટની 21 વર્ષીય યુવતીએ અમદાવાદમાં મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતી સાથે 5 નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે. યુવતી મૂળ રાજકોટની છે અને નોકરીની તલાશમાં હતી, ત્યારે 5 વ્યકિતઓએ ભેગાં મળીને કાવતરું રચીને યુવતીને ઓનલાઇન અરજી રિકવેસ્ટ મોકલી અમદાવાદ બોલાવી હતી. જે બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.