ગુજરાત

gujarat

ETV Bharat / state

Misdemeanor case in Ahmedabad: પ્રેમિકા ગર્ભવતી થતા પ્રેમી થયો ફરાર, લગ્નની લાલચ આપી કર્યો હતો કરાર - ગર્ભપાત કરાવા ધમકી

વાસણામાં પ્રેમીએ પ્રેમિકાએ ગર્ભવતી બનાવીને તરછોડી હોવાની ઘટના બની છે. મહિલાએ(Complaint of misconduct in Vasana)પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિલાને ગર્ભપાત કરવાની ધમકી આપતો હોવાનો મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

Misdemeanor case in Ahmedabad: પ્રેમિકા ગર્ભવતી થતા પ્રમી થયો ફરાર, લગ્નની લાલચ આપી કર્યો હતો કરાર
Misdemeanor case in Ahmedabad: પ્રેમિકા ગર્ભવતી થતા પ્રમી થયો ફરાર, લગ્નની લાલચ આપી કર્યો હતો કરાર

By

Published : Mar 8, 2022, 8:58 PM IST

અમદાવાદઃ શહેરના વાસણામાં પ્રેમીએ પ્રેમિકાને ગર્ભવતી બનાવીને (Misdemeanor case in Ahmedabad)તરછોડી દીધી હોવાની ઘટના સામે આવી છે. મહિલાએ પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા હવે (Threatened to have an abortion)પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બે વખત ગર્ભપાત કરાવ્યા બાદ ત્રીજી વખત પણ ગર્ભપાત કરાવવા પ્રેમી ધમકી આપતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. હાલ પોલીસે મહિલાની(Vasana police station)ફરિયાદ નોંધીનેઆરોપીનીશોધખોળ શરૂ કરી છે.

પ્રેમિકાને ગર્ભવતી બનાવી તરછોડી

દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

આ શખ્સનું નામ હરીશ ભરવાડ જે પરિણીત છે. જે કુંવારી યુવતી સગીર વયની હતી તેને(Complaint of misconduct in Vasana) પ્રેમજાળમાં ફસાવીને ગર્ભવતી બનાવીને ફરાર થઈ ગયો છે. ઘટનાની વાત કરીએ તો છેલ્લા 6 વર્ષથી યુવતી પ્રેમી હરીશ ભરવાડ સાથે લગ્નનું સ્વપ્ન જોઈ રહી હતી. બન્ને મૈત્રી કરારમાં સાથે રહ્યા હતા. પરંતુ હરીશ ભરવાડ યુવતીને ગર્ભવતી બનાવીને લગ્ન કરવાનો ઇન્કાર કરીને ફરાર થઈ ગયો છે. જેથી યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં હરીશ ભરવાડ વિરુદ્ધદુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃપોરબંદરમાં વકીલ સામે પરણીતાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

ગર્ભપાતનું દબાણ કર્યું હતું

જ્યારે 6 વર્ષ પહેલાં યુવતી 16 વર્ષની સગીર હતી ત્યારે હરીશ ભરવાડના સંપર્કમાં આવી હતી. હરીશ રીક્ષા ડ્રાઇવર હતો. યુવતી અને તેની માતા ઘરકામ કરવા જતા હતા. ત્યારે હરીશની રિક્ષામાં જતા હતા. આ દરમિયાન હરીશે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બનાવ્યા. આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ ત્યારે લગ્નનો વિશ્વાસ આપીને બે વખત ગોળીઓ આપીને ગર્ભપાત કરાવ્યો હતો. પરંતુ યુવતી ત્રીજી વખત ગર્ભવતી થતા હરીશે ફરી ગર્ભપાતનું દબાણ કર્યું હતું.

ગર્ભપાત કરવાની ધમકી આપતા

પરંતુ યુવતી ત્યારે 4 મહિનાની ગર્ભવતી યુવતીને પ્રેમી હરીશ ભરવાડ અને તેનો ભાઈ વિજય ભરવાડ ગર્ભપાત કરવાની ધમકી આપતા હતા. જેથી યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. વાસણા પોલીસે દુષ્કર્મ કેસમાં મહિલાનું મેડિકલ કરાવીને જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ કેસમાં આરોપીના ભાઈની પણ મદદગારી હોવાથી તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની પણ શોધખોળ હાથ ધરાઈ છે.
આ પણ વાંચોઃRape Case in Bhavnagar : ભાવનગરની યુવતી પ્રેમમાં પડી હોટલમાં જલસા કર્યા બાદ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

ABOUT THE AUTHOR

...view details