અમદાવાદઃશહેરમાં સોલામાં 15 વર્ષની સગીરા પર ભૂવાએ આચરેલા દુષ્કર્મની ઘટનામાં હજૂ તો પોલીસે આરોપીને ઝડપ્યો છે. તેવામાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક દુષ્કર્મની (Rape case in Gomtipur )ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક પરણિતાએ પ્રેમી સામેદુષ્કર્મની ફરિયાદ(Misdemeanor case in Gomtipur) નોંધાવી છે. આરોપીએ લગ્નની લાલચ આપી મહિલાને પતિ સાથે છૂટાછેડા લેવડાવ્યા અને વર્ષો સુધી તેની સાથે સંબંધ ( Misdeeds in Ahmedabad)રાખી તેને ત્યજી દેતા પરિણીતાએ પોલીસની મદદ માંગી છે. ગોમતીપુર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
પ્રેમીએ લગ્ન કરવાનો ઈનકાર કરતા યુવતીએ ફરિયાદ કરી -અમદાવાદનાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં 28 વર્ષીય યુવતીએ પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં યુવતીનાં લગ્ન 8 વર્ષ પહેલા ગેરતપુર વિસ્તારમાં એક યુવક સાથે(Ahmedabad Crime News) થયા હતા. જોકે લગ્નના થોડા સમય બાદ યુવતીને તેનાં વિસ્તારમાં રહેતા મુકેશ ભરવાડ નામના યુવક સાથે આંખો મળતા પ્રેમ સંબંધ બંધાયો. જે બાદ બંને અલગ અલગ જગ્યા પર મળતા હતા. મુકેશ ભરવાડ અને ભોગ બનનારી યુવતી બન્ને પરિણીત હતા અને બન્નેને એક એક સંતાન છે. જોકે મુકેશ ભરવાડે યુવતીને પોતાની સાથે લગ્ન કરવા માટે પતિ સાથે છૂટાછેડા લેવાનુ કહેતા યુવતીએ પ્રેમીને પામવા પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. વર્ષ 2014 થી અત્યાર સુધી પ્રેમી મુકેશ ભરવાડે યુવતીને અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા અને અંતે યુવતી સાથે લગ્ન કરવાનો ઈનકાર કરતા આખરે યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે મુકેશ ભરવાડની ધરપકડ કરી છે.