દુષ્કર્મ પીડિત મહિલાએ ગુજરાત હાઇકોર્ટ પાસે ગર્ભપાતની મંજૂરી આપવા અરજી કરી અમદાવાદ/મોરબી: સોળ વર્ષની સગીરા પર એના પાડોશમાં રહેતા યુવાને કુકર્મ કર્યું હતું. જેના કારણે સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી. જ્યારે એના માતા-પિતા એ આ અરજી કરી છે ત્યારે સગીરાને સાત મહિનાની પ્રેગનેન્સી છે. વકીલ સિકંદર સૈયદ એ જણાવ્યું હતું કે, પીડિત સગીરા એ પોક્સો એક્ટ હેઠળ અને ઇન્ડિયન પીનલ કોડ 376 આ ફરિયાદ દાખલ કરી હતી. પરિણામે પીડિતાનું મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવ્યું હતું. જ્યાં તબીબી તપાસ દરમિયાન ડોક્ટરની સલાહ પણ લેવામાં આવી હતી. પછી હવે ગર્ભપાત માટે અરજી કરવામાં આવી છે.
સાત મહિનાનો ગર્ભ: ગુજરાત હાઇકોર્ટમાં દુષ્કર્મ પીડિતા સગીરાએએ ગર્ભપાત માટે અરજી દાખલ કરી છે. દુષ્કર્મ પીડિતાના માતા પિતા દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં દુષ્કર્મ પીડિતાને સાત મહિનાનો ગર્ભ હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ ગર્ભને દૂર કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજદારના વકીલ એડવોકેટ સિકંદર સૈયદ એ જણાવ્યું હતું કે, પીડિતા યુવતી દ્વારા જે આ અરજી દાખલ કરવામાં આવી છે તે માત્ર 16 વર્ષ અને 11 મહિનાની ઉંમર ધરાવે છે. દુષ્કર્મના પરિણામે તે હાલ સાત મહિનાનું ગર્ભ છે. પીડિત યુવતી દ્વારા પોક્સો એક્ટ હેઠળ અને ઇન્ડિયન પીનલ કોડ 376 આ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના પરિણામે પીડિતાનું મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવ્યું હતું. જ્યાં ચેકપ દરમિયાન ડોક્ટરએ જણાવ્યું હતું કે સાત મહિનાનો ગર્ભ છે.
ગર્ભપાત માટે મંજૂરી: આજની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અર્જન્ટ નોટિસ ઇશ્યુ કરી છે. જેમાં કેસમાં પીડિતાને માનસિક અને શારીરિક સ્થિતિ તેમજ ગર્ભપાત બાબતે અમદાવાદ સિવિલ હોસ્પિટલને રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે .આ સાથે જ પોલીસ વિભાગ પાસેથી પણ તમામ ડોક્યુમેન્ટ મંગાવીને અહેવાલ રજૂ કરવા માટે કોર્ટ નિર્દેશ આપ્યા છે. આ સમગ્ર મામલે મહત્વનું છે કે આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરાશે ત્યારે યુવતી જે માત્ર 16 વર્ષની છે અને સાત મહિનાનું ગર્ભ છે. તો ગર્ભપાત માટે મંજૂરી આપી કે નહીં તે મુદ્દે કોર્ટ નિર્દેશ કરશે અને તેમ છતાં પણ જો બાળક જન્મ આપે છે. તો બાળકની સારસંભાળ કોણ કરશે એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.
શું છે સમગ્ર કેસ:આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, સગીર વયની આ પીડીતા મોરબી જિલ્લાની છે. પીડિતાની ઉંમર માત્ર 16 વર્ષની છે. જ્યાં તેના બાજુમાં જ રહેતા યુવક દ્વારા તેની ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું દુષ્કર્મના પરિણામે યુવતી ને ગર્ભ રહી ગયો હતો. ત્યારબાદ પરિવાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતા હાલ આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
- Gujarat High Court News : નવી શિક્ષણનીતિ સામે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો, વાલીને રાહત મળી
- Gujarat High Court News : કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સજાની માફી માટે હાઇકોર્ટમાં અરજી કરી