ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્ર સરકારે કોરોના સામે લાલ આંખ કરી કહ્યું સાવચેતી જરૂરી, રાજ્યમાં BF7નો એક પણ એક્ટિવ કેસ નહીં

ચીનમાં કોરોનાના કેસ (Covid Cases in China) વધી રહ્યા છે. ત્યારે ભારતમાં પણ હવે કોરોનાના કેસ વધવાની આશંકા છે. તેને ધ્યાનમાં રાખી આરોગ્ય મંત્રાલયે રાજ્યોને કોરોના અંગે સૂચનો કર્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ BF.7ના કેસ સામે આવવાની વાત અફવા નીકળી હતી. તો કેન્દ્રિય આરોગ્ય પ્રધાને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખી (Health Minister Letter to Rahul Gandhi) કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી ભારત જોડો યાત્રાને (Bharat Jodo Yatra) રોકવાનો અનુરોધ કર્યો છે.

કેન્દ્ર સરકારે કોરોના સામે લાલ આંખ કરી કહ્યું સાવચેતી જરૂરી, રાજ્યમાં BF7નો એક પણ એક્ટિવ કેસ નહીં
કેન્દ્ર સરકારે કોરોના સામે લાલ આંખ કરી કહ્યું સાવચેતી જરૂરી, રાજ્યમાં BF7નો એક પણ એક્ટિવ કેસ નહીં

By

Published : Dec 22, 2022, 12:24 PM IST

અમદાવાદચીન સહિત સમગ્ર વિશ્વમાં કોરોના ફરી માથું (Covid Cases in China) ઊંચકી રહ્યો છે. અહીં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. સાથે જ કોરોનાને રોકવાના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે. અહીં કોરોનાના આ વિસ્ફોટ પાછળ ઓમિક્રોનનો સબવેરિયન્ટ બીએફ.7 જવાબદાર છે, જે ભારતમાં પણ (Covid Cases in India) દેખાઈ રહ્યો છે.

આરોગ્ય મંત્રાલય સતર્ક ત્યારે હવે ભારતનું આરોગ્ય મંત્રાલય (Ministry of Health India) પણ કોરોનાને લઈને સતર્ક થઈ ગયું છે. મંત્રાલયે રાજ્યોને કોરોનાથી સતર્ક રહેવા સૂચનો પણ આપ્યા છે. આ ઉપરાંત કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ (Dr Mansukh Mandaviya Health Minister) કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા તાત્કાલિક બેઠક પણ યોજી હતી.

કેન્દ્ર સરકારે આપી સલાહ કેન્દ્ર સરકારે લોકોને જાહેરમાં માસ્ક (covid rules in india) પહેરવાની સલાહ આપી છે. આ સાથે જ એરપોર્ટ પર ચીન સહિતના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રેન્ડમ સેમ્પલ ટેસ્ટિંગ કરવા પણ નિર્દેશ આપ્યા છે. આ અંગે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ (Dr Mansukh Mandaviya Health Minister) જણાવ્યું હતું કે, કોરોના હજી સમાપ્ત નથી થયો. તેનું જોખમ હજી પણ યથાવત્ છે. એટલે તમામ લોકોએ સાચવવાની જરૂર છે. આ સાથે જ કેન્દ્રિય આરોગ્ય પ્રધાને (Ministry of Health India) કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતને પત્ર (Health Minister Letter to Rahul Gandhi) લખ્યો હતો.

કેન્દ્રિય આરોગ્ય પ્રધાને રાહુલ ગાંધીને લખ્યો પત્ર કેન્દ્રિય આરોગ્ય પ્રધાને આ પત્રમાં (Health Minister Letter to Rahul Gandhi) જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં કોરોના ગાઈડલાઈન્સનું (covid rules in india કડકાઈથી પાલન કરવામાં આવે. જો આવું શક્ય ન હોય તો પબ્લિક હેલ્થ ઇમરજન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખી તેમ જ કોરોના મહામારીથી દેશને બચાવવા માટે ભારત જોડો યાત્રાને (Bharat Jodo Yatra) સ્થગિત કરવાનો અનુરોધ છે.

રાજ્યમાં BF7 વેરિયન્ટ એક્ટિવ હોવાના સમાચાર અફવાબીજી તરફ રાજ્યમાં (Covid Cases in Gujarat) ઓમિક્રોનના BF 7 વેરિયન્ટ એક્ટિવ હોવાના સમાચાર આવ્યા હતા, પરંતુ આરોગ્ય વિભાગે (Ministry of Health India) આ વાતને અફવા ગણાવી હતી. વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં આ વેરિયન્ટના કેસ નોંધાયા હતા. અમદાવાદના 60 વર્ષીય પુરુષ દર્દીને કોવિડ પોઝિટિવ આવતા તેનું સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર ખાતેની GSRB સરકારી ટેસ્ટીંગ લેબમાં મોકલવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ 20 સપ્ટેમ્બરના રોજ પોઝિટિવ આવ્યો હતો. આ પુરુષ દર્દીને કફ અને તાવની ફરિયાદ હતી. આ દર્દી હોમ આઇસોલેશનમાં જ સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયા હતા. (omicron bf 7 case in gujarat)

આરોગ્ય પ્રધાને કરી સમીક્ષાતો રાજ્યમાં કોરોનાના કેસ (Covid Cases in Gujarat) વધે નહીં તે માટે તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Rishikesh Patel Health Minister) આ અંગે એક સમીક્ષા બેઠક પણ યોજી હતી. તે દરમિયાન તેમણે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ સાથે જ રાજ્યમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી સુવિધા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. શહેરી વિસ્તાર અને જિલ્લામાં આરોગ્ય માટેની સગવડ કેવા પ્રકારની છે? તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

વડોદરા આરોગ્ય કમિશનરને કહી વાત આ અંગે વડોદરા મહાનગરપાલિકાના (Vadodara Municipal Corporation) કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, લોકોએ સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર છે. અત્યારે નવો વેરિયન્ટ BF7 કેસ સામે આવી રહ્યા છે. અહીં સપ્ટેમ્બરમાં આ કેસ સામે આવ્યો હતો. એટલે નવા વેરિયન્ટના કારણે તકેદારી (Covid Cases in Gujarat) રાખવી પડશે.

ABOUT THE AUTHOR

...view details