અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરોડના કામોનું લોકાર્પણ થશે. આ બાબતે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં બાયોડાઈવર્સિટી પાર્ક જેનું કામ આવતા મહિને પૂરું થશે. જેનો ખર્ચ બે કરોડ છે. તેનું લોકાર્પણ થશે. તેમજ પશ્ચિમ કાંઠે સુભાષ બ્રિજથી રેલવે બ્રિજની વચ્ચેનો રોડ બની રહ્યો છે. તેનું કામકાજ ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે. તેનો ખર્ચ પાંચ કરોડ છે. પૂર્વ કાંઠે શાપુર પાસે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું કામકાજ માર્ચ 2020માં પૂર્ણ થશે. જેનો અંદાજીત ખર્ચ પાંચ કરોડ છે.
અમદાવાદમાં 2020માં રિવરફ્રન્ટ પ્રોજેક્ટના કરોડોના કામોનું લોકાર્પણ થશે - અમદાવાદમાં 2020માં કામોનુ લોકાર્પણ થશે
અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ શહેરની શાન બની ચૂક્યો છે. તેમજ અમદાવાદીઓ માટે રિવરફ્રન્ટ ફરવા માટેનું મહત્વનું સ્થળ બની ચૂક્યો છે. તેમજ રિવરફ્રન્ટ ખાતે શુટીંગ લાયબ્રેરી પણ શરૂ કરવામાં આવી હતી. રિવરફ્રન્ટની સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન અપાઇ રહ્યું છે ત્યારે આવનારા વર્ષોમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરોડના કામોનું લોકાર્પણ થશે.
પશ્ચિમ કાંઠે એનઆઇડીની પાછળ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનવા જઈ રહ્યું છે. જે ભારતનું પહેલું સ્પોર્ટસ કોમ્પલેક્સ હશે. જેમાં નગરજનોને બધા જ પ્રકારની સુવિધા મળી રહેશે. તેનું કામ એપ્રિલ 2020માં પૂર્ણ થશે. તેનો ખર્ચ 15 કરોડ થશે. જ્યારે પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડનની સામે મલ્ટીલેવલ કાર પાર્કિંગનું કામ સપ્ટેમ્બરમાં પૂર્ણ થશે. તેનો અંદાજીત ખર્ચ 60 કરોડ છે. આ પાર્કિંગ નગરજનો માટે તદ્દન મફત બની રહેશે. એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે ફૂટ ઓવર બ્રિજનું કામ 2020માં પૂર્ણ થશે. જેનો ખર્ચ 74 કરોડ થનાર છે.