અમદાવાદ: શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે જે પ્રમાણે વસ્ત્રાપુરમાં પરપ્રાંતિઓ વતન જવાની માંગ સાથે રસ્તા પર આવી ગયા અને પોલીસ પર હુમો કર્યો છે. તે ના બદલે અનેક લોકોની અટકાયત કરીને કાર્યવાહી કરવામાં આવી છે.અત્યાર સુધી 1.20 લાખથી વધુ લોકોને પોતાના વતન મોકલવામાં આવ્યા છે. અને હજુ પણ રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ છે.તો તમામ લોકોને પોતાના વતન મોકલવામાં આવશે પરંતુ લોકોએ સંયમ રાખવની જરૂર છે.જે લોકોને જરૂર હોય તે 100નંબર પર ફોન કરીને જણાવી શકે છે.તેમને શી ટીમ જમવાનું તથા અન્ય વ્યવસ્થા પણ કરી આપે છે.
પરપ્રાંતિઓએ સંયમ રાખવો જોઈએ, તમામને વતન મોકલવામાં આવશે: અમદાવાદ પોલીસ કમિશ્નર - ગુજરાતમાં કોરોના વાઇરસની દર્દીની સંખ્યા
અમદાવાદમાં પોતાના વતન જવાની માગ લઇને શ્રમિકો અને પરપ્રાંતિઓ રોડ રસ્તા પર આવી હિંસક બન્યા છે. જેને કારણે પોલીસે કડક કાર્યવાહી પણ કરી છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પરપ્રાંતિઓને સંયમ રાખવાની અપીલ કરી છે.
પરપ્રાંતિઓએ સંયમ રાખવો જોઈએ,તમામને વતન મોકલવામા આવશે: અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા
પોલીસ દ્વારા સતત લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે અત્યાર સુધીના લોકડાઉન દરમિયાન 16,699 ગુના નોંધી 24,867 લોકોની અટકાયત કરવામાં આવી છે.283 પોલીસકર્મી અને અધિકારીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી 191ને રજા આપી દેવામાં આવી છે અને 91 હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.કન્ટેનમેન્ટ વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસકર્મીને PPE કિટ અને ફેસ શિડ આપવામાં આવ્યું છે.