ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો - ક્રિકેટ મેચ અને ઇલેક્શન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતા અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરમાં 90 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અમલમાં હતાં. જેમાં વધુ 23 નવા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં 108 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

corona
corona

By

Published : Mar 19, 2021, 4:35 PM IST

  • અમદાવાદમાં કોરોનાનો કહેર વધ્યો
  • અમદાવાદમાં કોરોનાના 324 પોઝિટિવ કેસ નોંધાયા
  • માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સતત વધારો

અમદાવાદ : નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન અને ઘનિષ્ઠ ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સર્વે દરમિયાન કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવશે. આ સાથે અલગ-અલગ વિસ્તારોમાં માસ્ક પહેર્યા છે કે, નહીં તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો

આ પણ વાંચો -અમદાવાદ શહેરમાં કોવિડ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે: કલેકટર સંદીપ સાગલે

અમદાવાદ શહેરમાં 324 કેસ પોઝિટિવ કેસ નોંધાયા

કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચના આયોજન બાદ સતત કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 330 નવા કેસ નોંધાયા છે. આ સાથે 255 દર્દીઓએને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના શહેરી વિસ્તારમાં ગુરુવારના રોજ 2 કોરોના સંક્રમિત દર્દીના મોત થયા હતા. જે સાથે શહેરમાં કુલ મૃત્યુઆંક 2,328 પર પહોંચ્યો છે. 5 ડિસેમ્બર બાદ પહેલીવાર શહેર અને જિલ્લામાં કોરોનાના 330થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 65,693 થયો છે. જ્યારે 62,225 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો

આ પણ વાંચો -ગુજરાતમાં ફરી કોરોના વિસ્ફોટ, 1122 નવા કેસ સામે આવ્યા

ABOUT THE AUTHOR

...view details