પ્રખ્યાત તબલાવાદક મુંજાલ મહેતા દ્વારા યોજાયું 15મું વાર્ષિક ફંકશન - student
અમદાવાદ: ગુજરાતના જાણીતા તબલાવાદક અને તબલા શિક્ષક મુંજાલ મહેતા દ્વારા વિદ્યાર્થીઓનું 15મા વાર્ષિક એન્યુઅલ ડે ફંકશન રાખવામાં આવ્યું હતું. તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું
વીડિયો
તબલા તાલીમ સંસ્થા દ્વારા 15મા વાર્ષિક તબલા વાદનનો કાર્યક્રમ સમઉત્કર્ષ હોલમાં રાખવામાં આવ્યો હતો. જેમાં જાણીતા તબલાવાદક મુંજાલ મહેતા કે જેઓ તબલા તાલીમ સંસ્થાના ડિરેક્ટર છે. તેમના દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમ વાર્ષિક એન્યુઅલ ડે તરીકે ઉજવાયો હતો. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો અને 50થી વધુ લોકો બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા હતા.