અમદાવાદ: હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજુઆત કરવામાં આવી છે કે, વર્ષ 2015માં મેટ્રો રેલના પ્રથમ ફેઝ દરમિયાન કેટલાક ઘરોનું પ્રોજેક્ટ સાથે સંકળાયેલી સંસ્થા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. જે બાદ નિયમ મુજબ અસરગ્રસ્ત કે જેમણે ઘર ગુમાવ્યા છે. તેમને વળતર અને અમદાવાદના છ વિસ્તાર ચાંદખેડા, બોડકદેવ, થલતેજ, રાયપુર, સરસપુર અને વસ્ત્રાલ ગામમાં 36.5 ચો.કીમીના મકાન ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, અરજદાર નાથીબેન સોલંકી સહિત અન્ય 4 લોકોને આવી રીતે મકાનની ફાળવણી આજ દિવસ સુધી ન કરાતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ છે.
મેટ્રો રેલ: જમીન સંપાદનમાં આપેલા મકાનધારકોને વૈકલ્પિક મકાન ન ફાળવતા હાઈકોર્ટમાં રિટ - હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટ
અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટના પહેલાં ફેઝ દરમિયાન જમીન સંપાદન કરતી વખતે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કેટલાક ટાઈટલ વગરના મકાન સંપાદિત કર્યા બાદ પુનર્વાસન યોજના હેઠળ આજ દિવસ સુધી વૈકલ્પિક મકાનની ફાળવણી ન કરાતા ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજુઆત કરવામાં આવી છે કે, અરજદાર હાલ તેમના પોતાના અન્ય મકાનમાં રહે છે. અને આરટીઆઈ થકી મળેલ માહિતી મુજબ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વૈક્લપિક મકાન અંગે હાલ કોઈ પણ અરજી પેન્ડિંગ ન હોવાની સ્પષ્ટતા કરી હતી. અરજદાર દ્વારા આ અંગે ઘણીવાર લેખિત રજુઆત કરાયા છતાં સતાધીશો તરફથી કોઈ પગલાં ન લેવાતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ છે. મેટ્રો રેલના પ્રથમ ફેઝનું કામકાજ વર્ષ 2020માં પૂર્ણ થવાની શક્યતા છે. અરજદારે જણાવ્યું કે, તેમને માત્ર વળતર પેટે મહિને 3 હજાર રૂપિયા અને પરિવહનના એક સાથે 50 હજાર રૂપિયા જ ચુકવવામાં આવ્યા છે.