વર્ષ 2015માં દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદિન શેખે બાબુલાલ સૈયદ ઉપર ફેસબુક પર તેમના ફોટા સાથે મહિલા હોય તેવો ફોટો અપલોડ કર્યા હોવાના દાવા સાથે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, બાદમાં મેટ્રો કોર્ટમાં કેસની ટ્રાયલ દરમિયાન ફરિયાદી ધારાસભ્ય વારંવાર સમન્સ પાઠવ્યા છતાં હાજર ન રહેતા કોર્ટે તેમની વિરૂદ્ધ જામીનપાત્ર વોરન્ટ જારી કર્યું હતું.
સાઈબર ક્રાઈમમાં ફરિયાદ મુદ્દે ગ્યાસુદિન શેખ વિરૂદ્ધ મેટ્રો કોર્ટે વોરન્ટ કાઢયું - અમદાવામાં સાઈબર ક્રાઈમ
અમદાવાદઃ વર્ષ 2015માં દરિયાપુરના સ્થાનિક સામાજિક કાર્યકર્તા બાબુલાલ સૈયદ વિરૂદ્ધ ધારાસભ્ય ગ્યાસુદિન શેખે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસની સુનાવણી બુધવારે કરવામાં આવી હતી. જેમાં ગ્યાસુદીન શેખ હાજર ન રહેતા બુધવારે મેટ્રો કોર્ટે તેમની વિરૂદ્ધ જામીનપાત્ર વોરન્ટ કાઢ્યું હતું.
rere
આ મુદે વાતચીત કરતા બાબુદાલ સૈયદના વકીલ શમશાદ પઠાણે જણાવ્યું હતું કે, ધારાસભ્ય ગ્યાસુદિન શેખ દ્વારા સાઈબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરતું ફરિયાદને સાબિત કરવા માટે જ્યારે કોર્ટે સમન્સ પાઠવ્યું ત્યારે હાજર ન રહેતા તેમની વિરૂદ્ધ જામીનપાત્ર વોરન્ટ કાઢવામાં આવ્યું છે.