ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં 3 દિવસ પવન ફૂકાવાની સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી - Maximum Temperature Today

રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનનો (Cyclonic circulation in Rajasthan)ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો છે. જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં પવન સાથે વરસાદ(Rainfall forecast in Gujarat ) પડવાની શક્યતા છે.

રાજ્યમાં 3 દિવસમાં પવન ફૂકાવાની સાથે વરસાદની વકી, વાદળછાયા વાતાવરણ વચ્ચે 41 ડિગ્રી ગરમી
રાજ્યમાં 3 દિવસમાં પવન ફૂકાવાની સાથે વરસાદની વકી, વાદળછાયા વાતાવરણ વચ્ચે 41 ડિગ્રી ગરમી

By

Published : May 25, 2022, 6:30 PM IST

Updated : May 25, 2022, 7:42 PM IST

અમદાવાદઃ રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનનો(Cyclonic circulation in Rajasthan)ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો છે. જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી (Meteorological Department)કરવામાં આવી છે કે દક્ષિણપશ્ચિમના પવન ફૂંકાયા છે.

વરસાદની આગાહી

આ પણ વાંચોઃ'આસાની' વાવાઝોડાએ ધારણ કર્યું નવું સ્વરુપ, જાણો હાલની સ્થિતિ વિશે...

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી (Rainfall forecast in Gujarat )કરી છે. રાજકોટ, અમરેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની સંભાવના જોવા મળશે. વધુમાં હવામાન વિભાગે 28 થી 29 મેના રોજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી.

આ પણ વાંચોઃગુજરાત રાજ્યના વાતાવરણમાં આવેલા બદલાવ મામલે શું છે હવામાન વિભાગનું સત્તાવાર નિવેદન?

વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી -વાતાવરણમાં આવેલા પલટાને કારણે રાજકોટ સહિત કેટલાંક વિસ્તારમાં ઝાપટું પડ્યું હતું. અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 41.0 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો, જયારે આ સિવાય અન્ય તમામ શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી નીચે નોંધાતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Last Updated : May 25, 2022, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details