અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેથી તંત્ર દ્વારા એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. સુરત સહિત ઘણા એવા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે લોકોના જનજીવન પર માઠી અસર પણ જોવા મળી રહી છે. હાલ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં NDRFની ટીમ દ્વારા તમામ લોકોનો બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
મોટાભાગના જિલ્લાઓમાં જે પાણી ભરાયું છે, જેના કારણે લોકોને રહેવાની મુશ્કેલી સર્જાઈ છે, જેના કારણે હાલ NDRFની ટીમ તેમનું સ્થળાંતર કરી અન્ય સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તેની પણ માહિતી આપવામાં આવી રહી છે. સાથે-સાથે કલરકોર્ડ પણ નક્કી કરાયો છે. જેમાં ચાર કલર અલગ અલગ રાખવામાં આવ્યા છે. ડાર્ક રેડ કલર એવું સૂચન કરી રહ્યું છે કે તે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે લાઇટ ડાર્ક કલર તે સૂચન કરી રહ્યું છે કે તે જિલ્લામાં મધ્યમ વરસાદ પડી શકે છે. તો બીજી તરફ ભારે વરસાદ જે જિલ્લામાં પડી શકે છે ત્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે ગ્રીન કલર સામાન્ય વરસાદ માટે દર્શાવવામાં આવી રહ્યો છે.