રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી અમદાવાદ :ગુજરાતમાં હાલ ઠંડીની મોસમ પૂરબહારમાં ચાલી રહી છે. સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવે આગામી પાંચ દિવસના હવામાન અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જાણો હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદ વાતાવરણ ખરાબ કરશે કે શિયાળાની ઠંડીમાં ગુજરાતીઓ ઠુઠવાશે.
હવામાન વિભાગની આગાહી : રાજ્યમાં શિયાળાની શરૂઆત સાથે જ કમોસમી વરસાદે અનેક જિલ્લાઓને ધમરોળ્યા હતા. ત્યારબાદ ઠંડીનું પ્રમાણ પણ વધ્યું હતું. જે હવે સ્થિર થતાં વાતાવરણ હાલ ઠંડા જોવા મળી રહ્યું છે. ત્યારે હવે વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે ક્યાંક ધુમ્મસ પણ જોવા મળે છે. જોકે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આવનારા સમયમાં ઠંડીનો પારો વધવાની કોઈ શક્યતા દેખાતી નથી.
ફરી વરસાદ થશે ?હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી પાંચ-સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે અને હાલ કોઈ વરસાદની આગાહી નથી. જોકે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડી પણ હાલ યથાવત રહેશે. હાલ શિયાળો જામ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાંથી નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 19.5 ડિગ્રી જેટલું નોંધાયું છે. ગુજરાતના નલિયામાં 9.5 ડિગ્રી અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.
બેવડી ઋતુનો અનુભવ : હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, શિયાળાની શરૂઆત સાથે જ ઠંડીનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે અને તેમાં પણ માવઠાની લીધે ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ હાલ આકાશમાં વાદળો ઓછા થતા ઠંડીનું જોર ઘટયું છે અને વહેલી સવારે અને રાત્રી દરમિયાન ઠંડી વધી છે. પરંતુ આવનારા સમયમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહી મળે.
ગુજરાતમાં શિયાળાની સ્થિતિ :રાજ્યમાં હાલ શિયાળો જામ્યો છે અને ડિસેમ્બરના અંત સુધી કડકડતી ઠંડી જોવા મળી શકે છે. જોકે હાલ ઠંડી સામાન્ય છે અને આવનારા દિવસોમાં ઠંડીનો પારો વધુ નહી ગગડે. જોકે રાજ્યમાં હાલ અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે અને ઠંડી પણ હાલ યથાવત રહેશે. શિયાળો હવે પોતાનું જોર અજમાવી રહ્યો છે, ત્યારે નલિયામાં 9.5 ડિગ્રી અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. હાલ અમદાવાદમાં તાપમાન 19.5 ડિગ્રી જેટલું નોંધાયું છે.
- રાજ્યમાં હાલ માવઠાની કોઈ શક્યતા નહિ, સૂકું વાતાવરણ રહેશે - હવામાન વિભાગ
- રાજ્યમાં થઈ શકે છે મિચોંગ વાવાઝોડાની અસર, હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી