હાર્દિક પટેલ પોતાના જૂના સાથીદાર ગીતા પટેલના સમર્થનમાં સભા માટે હાર્દિક પોતાની સભા કરતા ત્રણ કલાક મોડા પહોંચ્યો હતો. હાર્દિક પટેલ જ્યારે સભા સંબોધવા પહોંચ્યા તે સમયે લોકોએ ખુરશીઓ ઉછાળી હોબાળો મચાવ્યો હતો.
હાર્દિકની સભામાં હોબાળો, ખુરશી ઉછાડીને હાર્દિક પટેલનો કરાયો વિરોધ - CONGRESS
અમદાવાદ: હજુ હાર્દિક પટેલના લાફાકાંડની શાહી ભુસાઇ નથી ત્યાં જ ફરી આજે અમદાવાદના નિકોલમાં અમદાવાદ પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલની સભામાં હોબાળો થયો છે.
સ્પોટ ફોટો
પાસના નેતા અલ્પેશ કથિરીયાના સમર્થકોએ હાથમાં અલ્પેશ કથીરિયા ગબ્બરના પોસ્ટર લઈ ‘હાર્દિક હાય હાય...’ના નારા લગાવ્યા હતા. આ હોબાળો થતાં હાર્દિકના સમર્થકો અને અમુક લોકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હતી. જો કે, પોલીસ સભામાં હોવા છતાં પરિસ્થિતિ વધુ તંગ થતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. પોલીસને 5 જેટલા લોકોને પોલીસ સ્ટેશન લઇ જવાની ફરજ પડી હતી. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Apr 21, 2019, 6:59 AM IST