ગુજરાત

gujarat

એન્જિનિયરિંગ અને ફાર્મસીનું મેરીટ લિસ્ટ જાહેર ,આજથી મોક રાઉન્ડ શરૂ

By

Published : Jun 12, 2019, 8:19 AM IST

અમદાવાદ: એડમિશન કમિશન ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા બુધવારે ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2019માં ઇજનેરીમાં 33,164 વિદ્યાર્થીઓનું મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જ્યારે ફાર્મસીમા અંદાજે 15,336 વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

એન્જિનિયરિંગ અને ફાર્મસી નું મેરીટ લિસ્ટ જાહેર

ઇજનેરી વિદ્યાશાખામાં અંદાજે 33,828 વિદ્યાર્થીઓ અને ફાર્મસીમાં અંદાજે 15,573 જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વિદ્યાર્થી પોતાના log inમાંથી પોતાના માર્ક્સ પણ ચકાસી શકશે તથા jacpcldce.ac.inમાં યુઝર આઇડી નંબર આપીને જોઈ શકાશે. ઘણા વર્ષો બાદ ઇજનેરી વિદ્યાશાખામાં પ્રથમ ક્રમે વિદ્યાર્થીની આવેલી છે. ભાવનગરની રહેવાસી માણેક નિધી ભરતભાઈ જેને 99.99 મેરીટ માર્ક આવ્યા છે.

આ સાથે જ એન્જિનિયરિંગ તથા ફાર્મસીની શરૂઆત પણ આજરોજ થી શરુ કરવામાં આવી છે. ઇજનેરી શાખાના માટે 16 જુન 2019 અને ફાર્મસી માટે 18 જુન 2019 સુધી ચોઇસ ફીલિંગ કરી શકાશે. ઇજનેરીનું મેરીટ લિસ્ટ 19 જૂન અને ફાર્મસીનું મેરીટ લિસ્ટ 21 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓને વધુમાં વધુ બેઠકો પર ૨૪ પેઇન્ટિંગ કરવાની સલાહ આપવામાં આવે છે.તેમનો ટીન અને પાસવર્ડ કોઈપણ વ્યક્તિને આપવો નહીં તેવી ખાસ સલાહ આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details