શહેરમાં આવેલા નવરંગપુરાની કમલાબાગ સોસાયટી પાસે એક યુવતી નિ:સહાય હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવતીને પોલીસ સ્ટેશન લઈ આવીને પૂછપરછ હાથ ધરી હતી. પરંતુ તે સમયે તેણી કશું જણાવી શકી ન હતી.
ત્યારબાદ યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું, ત્યારે તપાસમાં તેને ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ યુવતી પર કોઇ અજાણ્યા વ્યક્તિએ દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાને લઇને નવરંગપુરા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે.